
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત મહાનગરપાલિકાના મેયરના ઇ-મેઈલ ઉપર સવારે 11 વાગ્યે અજાણ્યા દ્વારા ઈ-મેઈલ મોકલીને સુરત મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈ-મેઈલ થી SMC દ્વારા તરત જ લાલગેટ પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસ કાફલો દોડી આવી SMCની તમામ ઓફિસો ખાલી કરાવીને તમામ સ્ટાફને SMC કમ્પાઉન્ડની બહાર મોકલી સમગ્ર SMC બિલ્ડીંગ પોલીસે પોતાના કબજામાં લઈ લીધુ હતું. ત્યારબાદ શહેરની પોલીસ મશીનરીની વિવિધ પાંખો જેવી કે ડી.સી.બી, પી.સી.બી, એસ.ઓ.જી ,ડોગ સ્કોવડ વિગેરે ના અધિકારીઓ SMC ખાતે આવી ઘનિષ્ટ તપાસ આદરતા ઈ-મેઈલ માત્ર ડરાવવા જ કરાયો હોવાનું જણાતા પોલીસે હાશ કારો અનુભવ્યો હતો. જેમાં તપાસ કરતાં કોઈ જગ્યાએથી વાંધાજનક વસ્તુ ના મળી આવતા
તમામના જીવ હેઠા બેઠા હતા.
આ જ પ્રમાણેનો ઇ-મેઈલ વડોદરા અને જામનગર મહાનગરપાલિકાઓને પણ મળતા એ શહેરોની પોલીસે પણ ગંભીર પણે તપાસ આદરતા ઈ-મેઈલ ડરાવવા ધમકાવવા માટે જ કરવામાં આવ્યો હોવાનું બહાર આવવા સાથે વડોદરા, જામનગર ખાતે પણ કંઈ વાંધાજનક નહીં મળી આવતા પોલીસે શાંતિનો શ્વાસ લીધો હતો.



