
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
રાજસ્થાન,ઉત્તરાખંડ અને દિલ્હીમાં ત્રણ વિદ્યાર્થીઓએ NEET પુનઃ પરીક્ષા પહેલા આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. NEET-UG પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક અને અન્ય ગેરરીતિઓના આરોપો બાદ NTA તપાસ અને ટીકાનો સામનો કરી રહ્યું છે. ૩ મે ના રોજ યોજાનારી NEET ૨૦૨૬ ની પરીક્ષા, પેપર લીકના દાવાઓને પગલે રદ કરવામાં આવી હતી.
આ પરીક્ષા હવે ૨૧ જૂનના રોજ ફરીથી શેડયૂલ કરવામાં આવી છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ રાજસ્થાનના મૃતકની ઓળખ ૨૨ વર્ષીય ઉમેશ માલી તરીકે થઈ છે. જે ઝુન ઝુન જિલ્લાના કારી ગામનો રહેવાસી છે. સીકર પોલીસના જણાવ્યા અનુસાર મે 2026 ની પરીક્ષા (જે હવે રદ કરવામાં આવી છે) ઉમેશ નો ત્રીજો પ્રયાસ હતો. જોકે તે અગાઉ કોચિંગ સેન્ટરોમાં અભ્યાસ કરતો હતો. પરંતુ હવે તે ઘરે ફરીથી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. અને ચિઠ્ઠી લખી હતી કે હવે “હું આ દુનિયા છોડી રહ્યો છું માફ કરશો.” એમ લખી આત્મહત્યા કરી લીધી હતી. અન્ય કેસમાં ઉત્તરાખંડ ના દેહરાદૂનમાં NEET પરીક્ષા પહેલા જ તણાવને કારણે ૨૪ વર્ષીય રિયા કુમારી થાપા એના ઘરે મૃત હાલતમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી અને મરતા પહેલા “આઈ લવ યુ મમ્મી, પપ્પા” લખેલી એક ભાવુક નોટ લખી હતી. મરનાર યુવતી ૧૯૯૯ના કારગિલ યુદ્ધના પૂર્વ સૈનિકની પુત્રી હતી અને રિયા ભણવામાં ખૂબ જ તેજસ્વી હતી. અને તેણે ધોરણ 12 માં ૯૭% માર્કસ મેળવીને પોતાની સ્કૂલમાં ટોપ કર્યું હતું.
તે આગામી 21 જૂનના રોજ યોજાનારી નેશનલ એલિજીબીલીટી કામ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG) ની પુનઃપરીક્ષા માટે તનતોડ તૈયારી કરી રહી હતી. આ સાથે થોડા દિવસ પહેલા દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના પાલમ કોલોનીમાં તેના ઘરે ૧૭ વર્ષીય વિદ્યાર્થી મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મૂળ રાજસ્થાનની વિદ્યાર્થીની તેના પરિવાર સાથે દિલ્હીમાં રહેતી હતી. અને તપાસ દરમિયાન પોલીસને એક નોટબુક મળી હતી. જેમાં હાથથી લખેલી નોંધ હતી અને એમાં માતા-પિતાની માફી માંગી અને લખ્યું હતું કે તે માતા-પિતાની માફી માંગી અને લખ્યું હતું કે તે માતા-પિતાની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી.
આમ NEET પેપર લીક થયા બાદ દેશભરના વિવિધ રાજ્યોના ઓછામાં ઓછા પાંચ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. જેના કારણે આવા કુલ કેસોની સંખ્યા આઠ થઈ ગઈ છે. આ રીતે પેપર લીક, પરીક્ષામાં ગેરરીતિઓ બેરોજગારી અને કેન્દ્ર સરકારનો ભારતના યુવાનો સાથે વ્યવસ્થિત “વિશ્વાસઘાત” ના સંકટ થી વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી મોતને વ્હાલું કરી રહ્યા છે.



