
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
રાજસ્થાન યુનિવર્સિટીએ બુધવારે,૧૭ જુન સમાજશાસ્ત્ર વિભાગ માટે બીજા સેમેસ્ટરની પરીક્ષા રદ કરી, કારણકે વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી તૈયાર કરાયેલુ પ્રશ્નપત્ર આપવામાં આવ્યુ હતું. જેમાં પ્રશ્નોના બદલે પૂર્વ લેખિત જવાબો હતા. પીજી સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝમાં “ઇન્ડિયન સોસાયટી” વિષયની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી યોજાવાની હતી.
વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેમને પેપર મળતાની સાથે જ ખબર પડી કે તેમાં ન તો પ્રશ્નો છે કે ન તો બહુવિધ વિકલ્પ વિકલ્પો. પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થી વિકાસ કુમાર બૈરવાએ આરોપ લગાવ્યો કે વાંધો ઉઠાવ્યા બાદ પરીક્ષા ખંડમાં હાજર અધિકારીઓએ પ્રશ્નપત્રો તાત્કાલિક પાછા ખેંચી લીધા હતા. તેમણે કહ્યું,” પ્રશાસન દ્વારા બધા પ્રશ્નપત્રો પાછા લેવામાં આવ્યા અને વિદ્યાર્થીઓને આ બાબતે બહાર ચર્ચા ન કરવા કહેવામાં આવ્યું. બાદમાં અમને ફક્ત એટલું જ કહેવામાં આવ્યુ કે પરીક્ષા હવે ૨૭ જુને યોજાશે.” આ ઘટના બાદ વિદ્યાર્થીઓનું એક જુથ યુનિવર્સિટીના વહીવટી ભવન બહાર એકત્ર થયું અને આ બાબતે સ્પષ્ટતા માંગી.
NSUIના પદાધિકારી મનીષ મેઘવંશીએ જણાવ્યું હતું કે, સમાજશાસ્ત્ર વિભાગના બીજા સેમેસ્ટર માટે “ઇન્ડિયન સોસાયટી” પરીક્ષા મંગળવારે શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓએ આટલી મોટી ગંભીર ભૂલ જોતા પ્રશ્નપત્રો પરત ખેંચી પરીક્ષા મુલત્વી રખાઈ હતી. જે આ વિદ્યાર્થીઓ માટે આઘાતજનક છે. જે કથિત રીતે AI ની મદદથી તૈયાર કરવામાં આવી રહ્યા છે.



