
માઉન્ટ આબુમાં શિમલા જેવો માહોલ.આબુમાં ઠંડીનો પારો ગગડતા પ્રવાસીઓ પિકનિક માટે ઉમટ્યા.સનસેટ પોઈન્ટ, હનીમૂન પોઈન્ટ, શૂટિંગ પોઈન્ટ પર પર પ્રવાસીઓનો ધસારો જાેવા મળ્યો.રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાલ હાડ થિજવતી ઠંડી પડી રહી છે. તાપમાનનો પારો સતત ગગડતા સહેલાણીઓ કોહરા સાથે કડકડતી ઠંડીનો આનંદ લઈ રહ્યા છે. નવા વર્ષની શરૂઆતથી જ સતત માઉન્ટ આબુમાં હવામાનમાં ફેરફાર આવ્યો છે. લધુત્તમ તાપમાન શૂન્ય (૦) ડિગ્રીથી નીચે પહોંચી જતાં સવારમાં મેદાન, વાહનો અને રસ્તા પર બરફની આછેરી ચાદર પથરાઈ ગઈ છે.
મહત્વનું છે કે ગુજરાતમાંથી મોટી સંખ્યા પર્યટકો માઉન્ટ આબુમાં હરવા-ફરવા જાય છે ત્યારે ખુશનુમા વાતાવરણ થતાં પ્રવાસની મજા બમણી થઈ ગઈ છે. માઉન્ટ આબુમાં માઈનસ ૩ ડિગ્રી જેટલું સવારનું તાપમાન નોંધાયું છે જેના કારણે મેદાનો અને વાહનો પર બરફના થર જામી ગયા છે. પક્ષીઓ માટે ઘરની બહાર રાખેલા પાણીના કુંડા પણ જામી ગયા છે. સનસેટ પોઈન્ટ, હનીમૂન પોઈન્ટ, શૂટિંગ પોઈન્ટ પર પર પ્રવાસીઓનો ધસારો જાેવા મળ્યો. કુદરતી વાતાવરણ ખિલતા લોકો નક્કી લેકમાં બોટિંગનો આનંદ માણી રહ્યા છે.
બરફનો નજારો જાેતાં જ લોકો શિમલા જેવા વાતાવરણનો અનુભવ રહ્યા છે. આ ઉપરાંત અરવલ્લી પર્વતમાળાના સૌથી ઊંચા ગુરુ શિખર, અચલગઢ, કુંભારવાડા સહિત અનેક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જાેવા મળ્યો છે. ગાઢ ધુમ્મસના કારણે વાહનોની અવર જવરમાં પરેશાની ઊભી થઈ છે.




