
ભૂ-રાજકીય તણાવ, વેપારમાં અવરોધોની ભારત પર અસર થવાની આશંકા નબળા ચોમાસાથી મોંઘવારી ભડકે બળશે : આરબીઆઇ અમેરિકા-ઇરાનની શાંતિ સમજૂતી તૂટશે તો નાણાકીય અસ્થિરતાનું જાેખમ, રોકાણ ઘટશે, ખાદ્યની સુરક્ષા સામે પડકાર સર્જાશે નબળું દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ડોમેસ્ટિક ગ્રોથ અને મોંઘવારીનાં અંદાજ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે તેમ રિઝર્વ બેંકનાં બુલેટિનમાં સોમવારે જણાવવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે બીજી તરફ વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ હજુ પણ અનિશ્ચિત બનેલી છે.
જૂનનાં બુલેટિનમાં અર્થતંત્રની સ્થિતિ પર છપાયેલા એક લેખમાં જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમ એશિયામાં તાજેતરની વચગાળાની શાંતિ સમજૂતી છતાં જિયોપોલિટિકલ તંગદિલી અને વેપારમાં અવરોધો બનેલા છે.
આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકા-ઇરાનની વચ્ચે વચગાળાની શાંતિ સમજૂતીથી થોડીક રાહત મળ્યા પછી પણ વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ નાજુક બનેલી છે.
તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જાે આ સમજૂતી તૂટશે તો મોંઘવારીમાં વધારો, જરૂરી એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચરમાં અવરોધ, રોકાણ ખર્ચમાં વિલંબ, ફૂડ સિક્યુરિટીની ચિંતાઓ, નાણાકીય સ્થિરતા પર ખરાબ અસર જેવા મોટા જાેખમ ફરીથી પેદા થઇ શકે છે.
મુશ્કેલ વૈશ્વિક વાતાવરણની વચ્ચે ખાનગી ખર્ચ અને ફિકસ્ડ રોકાણનાં જાેરે ભારતીય અર્થતંત્ર ૨૦૨૫-૨૬નાં ચોથા કવાર્ટરમાં ૭.૮ ટકાનાં દરે વધ્યું છે.
શરૂઆતનાં બે મહિનાનાં હાઇ ફ્રિકવન્સી ઇન્ડિકેટર ૨૦૨૬-૨૭માં પણ અર્થતંત્રની ઝડપ બની રહેવાનાં સંકેત આપે છે.
મેમાં વધારો છતાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત ફુગાવો અંકુશમાં રહ્યો છે. એફડીઆઇનાં ઇનફ્લો અને પૂરતા વિદેશી મુદ્રા ભંડારનાં જાેરે ભારતનું બાહ્ય સેક્ટર મજબૂત બની રહ્યું છે. ભારતીય અર્થતંત્રે આ અનિશ્ચિત વાતાવરણમાં પણ અન્ય દેશોની સરખામણીમાં સારો દેખાવ કર્યો છે અને મજબૂત ફંડામેન્ટલ્સને કારણે તે આંચકા સહન કરી શક્યું છે.



