
પુણે મર્ડર કેસથી દેશ સ્તબ્ધ બોલિવૂડ અભિનેત્રી કંગનાએ કેતનના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું કંગના રનૌતના તાજેતરમાં જ આવેલી પોતાની ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’માં જાેવા મળી હતી કેતન અગ્રવાલના મર્ડર કેસની અત્યારે દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. શરૂઆતમાં એવું લાગતું હતું કે ટ્રેકિંગ દરમિયાન પડી જવાને કારણે કેતન અકસ્માતનો ભોગ બન્યો હતો, પરંતુ પોલીસ તપાસમાં જે સત્ય સામે આવ્યું તેણે સૌને હચમચાવી દીધા છે. હવે આ કેસ અકસ્માતમાંથી બદલાઈને હત્યાના ષડયંત્રમાં ફેરવાઈ ગયો છે. પોલીસ રિપોર્ટ્સનું માનીએ તો, કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત બોયળેન્ડ ચેતન ચૌધરી પર કેતનની મર્ડર પ્લાનિંગ કરવાનો આરોપ છે. હાલમાં પોલીસે સતર્કતા દાખવીને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તે પોલીસ રિમાન્ડ પર છે. આ કેસે ઇન્ટરનેટ પર એક નવી ચર્ચા જગાવી દીધી છે, જેના પર હવે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે પણ ખુલીને પોતાની વાત મૂકી છે.કંગના રનૌતે આ સંવેદનશીલ બાબત પર પોતાનું રિએક્શન આપ્યું છે. તેણે આરોપી સિયા ગોયલના પિતાનો એક વીડિયો પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યાે છે, જેમાં તેમના પિતાની વેદના વ્યક્ત કરતી જાેઈ શકાતી હતી. કંગનાએ વીડિયોની સાથે એક લાંબી નોટ લખી અને કહ્યું કે, બાળકોના કરતૂતો અથવા તેના ગુનાઓ માટે તેના માતા-પિતા કે તેના પરિવારને જવાબદાર ઠેરવવા તદ્દન ખોટું છે. કંગનાનું માનવું છે કે આજકાલના સમયમાં તમે માત્ર કોઈનો સારો પરિવાર, ઘર કે સારા માતા-પિતાને જાેઈને તે બાળકના સંસ્કારોનો અંદાજાે લગાવી શકતા નથી. આજકાલના બાળકો પોતાની અસલી જિંદગી કરતાં આભાસી દુનિયામાં વધુ જીવી રહ્યા છે, જ્યાં તેમના પર પરિવાર કરતાં બહારી વસ્તુઓની અસર વધારે થાય છે.કંગના રનૌતે પોતાની વાતને ઊંડાણપૂર્વક સમજાવતા લખ્યું કે, આજકાલના યુવાનોને કોણ ‘પ્રોગ્રામ’ (નિયંત્રિત) કરી રહ્યું છે, તે જાેવું વધુ જરૂરી છે. બાળકો અસલી જિંદગીમાં અથવા તો સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (જેવી જગ્યાઓ પર કોની સાથે ઉઠે-બેસે છે અને કઈ વસ્તુઓથી પ્રભાવિત થાય છે, તે તેના ર્નિણયો નક્કી કરે છે. કંગના રનૌતે કહ્યું કે માતા-પિતાને આ બાબત માટે દોષી ન ઠેરવી શકાય કારણ કે આજકાલના લોકો બેવડી જિંદગી જીવી રહ્યા છે. તે સમાજની સામે ખૂબ જ વિચારી-સમજીને પોતાની એક સારી અને નકલી ઈમેજ બનાવી રાખે છે, કારણ કે તેઓ એ વાતથી વધુ પરેશાન રહે છે કે લોકો તેમને કેવી નજરે જુએ છે, નહીં કે તેઓ અંદરથી અસલમાં કેવા છે.જાે કંગના રનૌત તાજેતરમાં જ આવેલી પોતાની ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’માં જાેવા મળી હતી, જેમાં તેના કામને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું છે.



