
ફિલ્મનું ટીઝર લોન્ચ, ૧ ઓક્ટોબર ૨૦૨૭એ થશે ધમાકેદાર એન્ટ્રી અજય દેવગનનો ‘ચૌહાન’માં ‘જુમ્મા ચુમ્મા’ સાથે ખુંખાર અંદાજ ફિલ્મનું ડિરેક્શન નીરજ યાદવ કરી રહ્યા છે, જ્યારે નિર્માણની જવાબદારી જ્યોતિ દેશપાંડે, આનંદ એલ. રાય અને હિમાંશુ શર્મા સંભાળી રહ્યા છે અજય દેવગનની આગામી એક્શન એન્ટરટેનર ફિલ્મ ચૌહાનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી આ ફિલ્મ ૧ ઓક્ટોબર, ૨૦૨૭ના રોજ વિશ્વભરના થિએટરમાં રિલીઝ થશે. ફિલ્મની જાહેરાત અજય દેવગનના પિતા અને જાણીતા એક્શન ડિરેક્ટર વીરુ દેવગનની જન્મજયંતિ નિમિત્તે કરવામાં આવી હતી. નિર્માતાઓએ ફિલ્મનો ફર્સ્ટ લૂક વીડિયો પણ જાહેર કર્યાે, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જાહેર કરાયેલા વીડિયોમાં બૅકગ્રાઉન્ડમાં લોકપ્રિય ગીત ‘જુમ્મા ચુમ્મા દે દે’ સંભળાય છે, જ્યારે અંતે એક દમદાર ડાયલોગ સંભળાય છે – “પઠાનોં સે કહેના, ચૌહાન આ રહા હૈ.” આ સંવાદે ફિલ્મના એક્શન અને માસ અપીલ વિશેની ઉત્સુકતા ઘણી વધારી દિધી છે.આ ફિલ્મ દ્વારા અજય દેવગન પહેલી વખત ફિલ્મમેકર આનંદ એલ.રાય સાથે કામ કરી રહ્યો છે. ફિલ્મનું ડિરેક્શન નીરજ યાદવ કરી રહ્યા છે, જ્યારે નિર્માણની જવાબદારી જ્યોતિ દેશપાંડે, આનંદ એલ. રાય અને હિમાંશુ શર્મા સંભાળી રહ્યા છે. અજય દેવગન આગામી બે વર્ષમાં અનેક મોટા પ્રોજેક્ટ્સ સાથે દર્શકો સામે આવવાનો છે. તેની આવનારી ફિલ્મોમાં ધમાલ ૪, દૃશ્યમ ૩, ગોલમાલ ૫ અને શૈતાન ૨ જેવી લોકપ્રિય ળેન્ચાઇઝીની સિક્વલ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રેંજર, ચૌહાન અને લવ રંજનની અનટાઇટલ્ડ ફિલ્મ જેવા નવા પ્રોજેક્ટ્સ પણ તેનાં હાથમાં છે.



