
(છગનલાલ મેવાડા ધ્વારા)
પોલીસ બંદોબસ્ત માટેની અરજી પોલીસ કમિશનર સુધી મંજૂરી માટે જાય છે ત્યારે નાસીર નગર ડિમોલિશનની બંદોબસ્તની ફાઈલ પોલીસ કમિશનર સુધી પહોંચી કે નહીં? સામાન્ય રીતે ડિમોલિશનના જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે છે. તો નાસીર નગર માટે SOG નો સ્પેશિયલ બંદોબસ્ત કેમ?
ખરેખર મહાનગરપાલિકા કમિશનર અજાણ હતા તો પછી ખોટા નિવેદનો કેમ આપ્યા? સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરની કે ઝોન ચીફની મંજૂરી વગર દોડી જાય એ એટલા મૂર્ખ તો નથી જ.




