
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલઅમિતાભ અને અજય દેવગનના બંગલાઓમાં પણ પાણી ભરાયાં સેલિબ્રિટીઓની આ હાલત હોય તો સામાન્ય જનતાની શું પરિસ્થિતિ હશે તેવો સવાલ મુંબઈને છેલ્લાં બે દિવસથી ધમરોળતા ગાંડાતૂર વરસાદમાં જૂહુના પોશ વિસ્તારમાં રહેતા મહાનાયક અમિતાભ બચ્ચનના ૫૦ કરોડના બંગલામાં પણ પાણી ઘૂસી ગયું છે. ઉપરાંત ફિલ્મસ્ટાર અજય દેવગણના બંગલામાં પણ પાણી ભરાવાની ફરિયાદ આવી છે.આ સ્થિતિ જાેઈને સોશ્યલ મિડિયા પર યુઝર્સે મહાપાલિકા સામે સવાલ ઉઠાવ્યો છે કે અત્યંત વૈભવસાળી વિસ્તારમાં રહેતી સેલિબ્રિટીઓના બંગલાી આ દશા છે ત્યારે મુંબઈની આમજનતા કેવી હાલાકી ભોગવતી હશે?મુંબઈમાં છેલ્લાં બે દિવસથી જળબંબાકાર સ્થિતિ છે તેની અનેક વિડિયો સોશયલ મિડિયામાં વાઈરલ થઈ છે એમાં અમિતાભ બચ્ચનના જૂહુના ‘જનક’ બંગલાની બહાર તેમજ અજય દેવગણના ‘શિવશક્તિ’ બંગલાની બહાર પણ પાણી ભરાયું હોવાની વિડિયો ક્લિપો ફરતી થઈ છે. આને પગલે યુઝર્સે મુંબઈ મહાનગરપાલિકા સામે સવાલ ઉઠાવ્યો છે કે ખ્યાતનામ હસ્તીઓ વૈભવશાળી વિસ્તારમાં રહે છે ત્યાંની આ દશા છે તો મુંબઈના સામાન્ય નાગરિકો જયાં રહે છે તેનાં કેવાં હાલ થયા હશે?દરમ્યાન મુંબઈમાં વરસાદ શરૃ થતાની સાથે જ મહાપાલિકાની બધી જ પોલ ખુલી ગઈ છે. ચોમાસામાં ક્યાંય પાણી નહીં ભરાય એવી ગુલબાંગો ઝીકનાર મહાપાલિકાના દાવા ઉપર જ પાણી ફરી વળ્યું છે. નાળાની સફાઈ યોગ્ય રીતે નથી થઈ એને કારણે જ જળબંબાકર સ્થિતિ સર્જાઈ છે. જુહુમાં તો એક સોશ્યલ મિડિયા ઈન્ફલુએન્સરે અમિતાભ બચ્ચનના ‘જનક’ બંગલાની બહારનો નઝારો દેખાડતો વિડિયો પોસ્ટ કર્યાે હતો. બંગલાની અંદર પાણી ભરાયું છે એ સ્પષ્ટ જાેઈ શકાય છે. બંગલાની બહારની તરફ રાખેલા મોટા માટીના કૂંડા અડધા પાણીમાં ડૂબેલા જાેવા મળે છે. પાણી નહીં ઓસરે તો અમિતાભ બચ્ચન દર રવિવારે પોતાના ચાહકોને દર્શન આપતા હોય છે એ આ વખતે કદાચ દર્શન ન આપે એવી શક્યતા છે.




