
સલમાનનો ખુલાસો, ‘દબંગ’ની નવી સિક્વલ આવશે ‘બજરંગી ભાઈજાન ૨’ નહીં બને, ‘દબંગ’ની નવી ફિલ્મની સલમાને કરી જાહેરાત ‘દબંગ’ની નવી સિક્વલ બનાવવાની તૈયારી, મૂળ ફિલ્મની ભાવનાત્મક અસર ફરી સર્જવી મુશ્કેલ હોવાનું સલમાનનું માનવું
સલમાન ખાને લોકપ્રિય ફિલ્મ ળેન્ચાઇઝી ‘દબંગ’ની નવી સિક્વલ બનવાની વાત કરી છે, જ્યારે ‘બજરંગી ભાઈજાન ૨’ની શક્યતા નકારી છે. એક ઇન્ટરવ્યુની વાતચીતમાં સલમાને બંને ફિલ્મોનાં ભાવિ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યાે હતો.“‘દબંગ’ની નવી ફિલ્મ અંગે તેણે કહ્યું, “દબંગ તો આવી જ જશે. આ આપણા હાથમાં છે, જ્યારે બાકીની ફિલ્મો તેના હાથમાં નથી.” ૨૦૧૦માં આવેલી પહેલી ફિલ્મમાં સલમાને પોલીસ અધિકારી ચુલબુલ પાંડેની ભૂમિકા ભજવી હતી. તેની સફળતા બાદ ૨૦૧૨ અને ૨૦૧૯માં બે સિક્વલ રિલીઝ થઈ હતી.‘બજરંગી ભાઈજાન ૨’ અંગે સલમાનનું માનવું છે કે મૂળ ફિલ્મે દર્શકો સાથે જે ભાવનાત્મક જાેડાણ સ્થાપિત કર્યું હતું, તેને ફરી સર્જવું મુશ્કેલ છે. તેણે કહ્યું કે સિક્વલ મૂળ ફિલ્મ જેટલી અસરકારક ન બને તો દર્શકો નિ:રાશ થઈ શકે છે. આથી આવી ફિલ્મ બનાવવી શક્ય લાગતી નથી.કબીર ખાનના દિગ્દર્શનમાં બનેલી ‘બજરંગી ભાઈજાન’માં સલમાને પવનનું પાત્ર ભજવ્યું હતું, જે પાકિસ્તાની બાળકી મુન્નીને તેનાં પરિવાર સાથે મિલાવવા મદદ કરે છે. દરમિયાન, સલમાનની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ : મે વોર રેસ્ટ ઇન પીસ’ ૪ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની છે. અપૂર્વ લાખિયાના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં ચિત્રાંગદા સિંહ પણ છે.




