
હુમલા બાદ ટાઈગર શ્રોફની શાનદાર વાપસી.ગોળીબારની ઘટના બાદ પહેલીવાર મંચ પર ટાઈગર શ્રોફે લગાવી ધમાકેદાર હાજરી.મુંબઈના ગ્લોબલ પીસ ઓનર્સ ૨૦૨૬માં ‘દેવા શ્રી ગણેશા’ ગીત પર ટાઈગરે આપ્યું શાનદાર પર્ફાેર્મન્સબોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફે મુંબઈમાં આયોજિત ‘ગ્લોબલ પીસ ઓનર્સ ૨૦૨૬’કાર્યક્રમમાં સ્ટેજ પર પર્ફાેર્મ કરીને સૌપ્રથમવાર જાહેરમાં હાજરી આપી હતી. ૧૮ ઓક્ટોબરે તેમના પર થયેલા હુમલા અને ગોળીબારની ઘટના બાદ આ તેમની પ્રથમ સાર્વજનિક ઉપસ્થિતિ હતી. સ્ટેજ પર લાઈટો ઝળહળતા જ ટાઈગર શ્રોફ ‘દેવા શ્રી ગણેશા’ગીત પર જાેરદાર પર્ફાેર્મન્સ કરતા જાેવા મળ્યા હતા.દિવ્યા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ મુંબઈના પ્રખ્યાત ‘ગેટવે ઓફ ઈન્ડિયા’ ખાતે યોજાયો હતો. શાંતિ, સાહસ, કરુણા અને માનવતાની ભાવનાને ઉજવવા તથા સન્માનિત કરવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ વાર્ષિક સમારોહમાં વિવિધ ક્ષેત્રોની જાણીતી હસ્તીઓ એકત્ર થઈ હતી. આ કાર્યક્રમ આતંકવાદના ભોગ બનેલા નાગરિકો અને નાયકોને શ્રદ્ધાંજલિ આપે છે. આ સમારોહમાં શાહરૂખ ખાન, સચિન તેંડુલકર, અક્ષય કુમાર અને વિક્રાંત મેસી સહિતની હસ્તીઓ ઉપસ્થિત રહે તેવી અપેક્ષા હતી.૧૮ ઓક્ટોબરે ટાઈગર શ્રોફ ફૂટબોલ ગ્રાઉન્ડ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અજાણ્યા હુમલાખોરોએ કથિત રીતે તેમના વાહન પર ગોળીબાર કર્યાે હતો. અહેવાલો મુજબ, ગોળીબારની અસર અને કારના કાચ તૂટી જવાને કારણે અભિનેતાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.વર્ક ળન્ટની વાત કરીએ તો, ટાઈગર શ્રોફ અગાઉ એ. હર્ષા દિગ્દર્શિત એક્શન થ્રિલર ફિલ્મ ‘બાગી ૪’માં જાેવા મળ્યા હતા. સાજિદ નડિયાદવાલા નિર્મિત અને ૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મમાં સંજય દત્ત, હરનાઝ સંધુ, સોનમ બાજવા, શ્રેયસ તલપડે, મહેશ ઠાકુર, સૌરભ સચદેવા અને ઉપેન્દ્ર લિમયે જેવા કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.




