
‘ગોલમાલ ૫’માં અજય દેવગન અને અક્ષય કુમાર સામે વિલન તરીકે પ્રિયામણી જાેવા મળશે ફિલ્મમાં અજય દેવગન, અર્શદ વારસી, શ્રેયસ તળપદે, તુષાર કપૂર અને કુણાલ ખેમુ ફરી એકવાર પોતાની ભૂમિકામાં જાેવા મળશે લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝી ‘ગોલમાલ’ હવે તેની પાંચમી ફિલ્મ સાથે દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે. આ વખતે ફિલ્મમાં એક ચોંકાવનારું કાસ્ટિંગ સામે આવ્યું છે. આ અંગેના અહેવાલો મુજબ, ‘ધ ફેમિલી મેન’, ‘આર્ટિકલ ૩૭૦’ અને ‘યમદોંગા’ જેવી ફિલ્મો અને સિરીઝથી જાણીતી રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી પ્રિયામણી ફિલ્મમાં મુખ્ય વિલનની ભુમિકામાં જાેવા મળશે.ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરી ૨૦૨૬માં શરૂ થયું હતું. નિર્માતાઓએ એક ખાસ વીડિયો દ્વારા ફિલ્મની જાહેરાત કરી હતી, જેમાં અજય દેવગન, અર્શદ વારસી, શ્રેયસ તળપદે, તુષાર કપૂર અને કુણાલ ખેમુ ફરી એકવાર પોતાની ભૂમિકામાં જાેવા મળશે. આ સાથે જ પ્રથમ ફિલ્મ બાદ શરમન જાેશીની ફ્રેન્ચાઇઝીમાં વાપસી થઈ રહી છે, જ્યારે અક્ષય કુમારનો સમાવેશ ચાહકો માટે સૌથી મોટી સરપ્રાઇઝ બન્યો છે. હવે પ્રિયામણી વિલનની ભુમિકામાં જાેવા મળતાં રોહિત શેટ્ટી તેનાં પાત્રને કેવી રીતે રજૂ કરે છે અને કોમેડીથી ભરપૂર આ ફિલ્મમાં કેટલો નવો રંગ ઉમેરે છે તે જાેવાનું રહેશે. પરંતુ, આ પ્રિયામણીની અને રોહિત શેટ્ટી સાથે પહેલી ફિલ્મ નથી. અગાઉ તે શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ના લોકપ્રિય ગીત ‘૧ ૨ ૩ ૪ ગેટ ઓન ધ ડાન્સ ફ્લોર ‘માં ખાસ ડાન્સ નંબર કરી ચૂકી છે. ઉપરાંત, તે ‘મૈદાન’માં અજય દેવગન સાથે પણ સ્ક્રીન શેર કરી ચૂકી છે.ફિલ્મમાં મુખ્ય કલાકારો ઉપરાંત જાેની લીવર, સંજય મિશ્રા, મુકેશ તિવારી અને અશ્વિની કાલસેકર પણ ફરી એકવાર જાેવા મળશે, જે પોતાનાં કોમિક ટાઇમિંગથી ફિલ્મમાં વધુ મનોરંજન ઉમેરશે.હાલ ‘ગોલમાલ ૫’નું શૂટિંગ ચાલી રહ્યું છે અને નિર્માતાઓ ફિલ્મને ૨૦૨૭ની શરૂઆતમાં સિનેમાઘરોમાં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ વખતે અજય દેવગનની ટોળકી સામે પ્રિયામણીના વિલન અવતારથી કોમેડી અને ડ્રામાનો નવો અંદાજ જાેવા મળશે.




