
‘ધમાલ ૪’ ૧૦ જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ફિલ્મમાંથી પોતાનાં પર હસતાં શીખી : સંજીદા શેખ ફિલ્મના નિર્માતા અજય દેવગન, ભુષણ કુમાર, કૃષ્ણ કુમાર, અશોક ઠાકેરિયા, ઇન્દ્ર કુમાર, આનંદ પંડિત અને કુમાર મંગત પાઠક છે ટીવીની જાણીતી એક્ટ્રેસ સંજીદા શેખ પહેલી વખત લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝી ‘ધમાલ ૪’માં જાેડાઈ છે. ફિલ્મમાં જાેડાવાનો પોતાનો અનુભવ શેર કરતાં તેણે કહ્યું કે આ ફિલ્મે તેને સૌથી મોટી શીખ એ આપી કે પોતાનાં પર હસતાં શીખવું જાેઈએ. ફિલ્મમાં અંજલિ આનંદ પણ પ્રથમ વખત ફ્રેન્ચાઇઝીનો ભાગ બની છે, જ્યારે જુની ટીમ ફરી એકવાર નવા ટ્રેઝર હન્ટ પર નીકળતી જાેવા મળશે. ‘ધમાલ ૪’ ૧૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફ્રેન્ચાઇઝીનો ભાગ બનવા અંગે સંજીદાએ કહ્યું, “મારી પ્રથમ પ્રતિક્રિયા માત્ર ઉત્સાહની હતી. ‘ધમાલ’ જેવી ફિલ્મનો ભાગ બનવાની મને ખૂબ ખુશી છે, કારણ કે આ ૫ વર્ષથી લઈને ૯૫ વર્ષની ઉંમરના દર્શકો સુધી સૌની પસંદગીની ફ્રેન્ચાઇઝી છે. ઇન્દ્ર સર સાથે કામ કરવાની તક મળવી પણ મારા માટે ખાસ છે. તેમની ફિલ્મ ‘ઇશ્ક’ મારી સૌથી ગમતી કોમર્શિયલ કોમેડી ફિલ્મોમાંની એક છે. તેથી આ અનુભવ મારા માટે ખરેખર અવિસ્મરણીય રહ્યો.” તેમણે વધુમાં જણાવ્યું, “લોકોને હસાવવું એક મોટી જવાબદારી છે. જાે તમે તેમાં સફળ થાઓ તો એક કલાકાર તરીકે તે ખૂબ જ ખાસ અનુભવ હોય છે. આ ફિલ્મમાંથી મેં સૌથી મોટી શીખ એ મેળવી કે જાે તમે પોતાની પર હસી શકો તો તમે બીજાને પણ હસાવી શકો. સમગ્ર કલાકારોએ આ ભાવનાને જીવંત કરી છે. સાચી કોમેડી અને કલાકારો વચ્ચેની અદ્ભુત કેમિસ્ટ્રીનું રહસ્ય પણ આ જ છે, જે દર્શકોને ‘ધમાલ ૪’માં જાેવા મળશે.” આ ફિલ્મનું દિગ્દર્શન ઇન્દ્ર કુમારે કર્યું છે. ફિલ્મના નિર્માતા અજય દેવગન, ભુષણ કુમાર, કૃષ્ણ કુમાર, અશોક ઠાકેરિયા, ઇન્દ્ર કુમાર, આનંદ પંડિત અને કુમાર મંગત પાઠક છે. ‘ધમાલ ૪’ ૧૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ રિલીઝ થશે.




