
અક્ષયે કહ્યું: “ફિલ્મ હવે બની રહી નથી” અક્ષય કુમારની ફિલ્મ ‘ગોરખા’ પડતી મુકાઈ ફિલ્મ રિલીઝ પહેલાં ફેન્સ સાથેની વાતચીત દરમિયાન અભિનેતાએ ત્રણ વર્ષથી અટકેલી ફિલ્મ અંગે સ્પષ્ટતા કરી ‘ભૂત બંગલા’ની રિલીઝ પહેલાં ફેન્સ સાથેની એક ઓપન ચેટમાં અક્ષય કુમારે તેની મહત્વાકાંક્ષી વોર ડ્રામા ફિલ્મ ‘ગોરખા’ અંગે ચાલી રહેલી અટકળોનો અંત લાવી દીધો છે. ૨૦૨૧માં ભારે ચર્ચા સાથે જાહેર કરાયેલી આ ફિલ્મ હવે બનાવવામાં નહીં આવે તે અક્ષયે સ્પષ્ટ કરી દીધું છે.
આ અઠવાડિયે યોજાયેલી લાઇવ ચેટ દરમિયાન એક ફેને ફિલ્મ વિશે પૂછતા અક્ષયે સીધો જવાબ આપ્યો: “નહીં, ‘ગોરખા’ ફિલ્મ હવે બની રહી નથી – હમણાં જ કોઈએ પૂછ્યું હતું.” તેની આ સ્પષ્ટ વાતથી વર્ષાેથી અટકેલી આ બાયોપિક અંગેની સ્થિતિ હવે સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગઈ છે.આ પહેલાં ૨૦૨૩માં ફિલ્મમેકર આનંદ એલ. રાયે પણ ફિલ્મ અંગે અપડેટ આપી હતી. તેમણે તે સમયે સ્પષ્ટ કર્યું હતું કે અક્ષય કુમાર ફિલ્મ છોડીને નથી ગયા, પરંતુ કેટલીક મુશ્કેલીઓના કારણે પ્રોજેક્ટ અટકાવી દેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું, “હા, આ સાચી વાત છે. હાલમાં અમે આ ફિલ્મ બનાવી રહ્યા નથી. ટેન્કિકલ ઈશ્યૂઝ છે અને કેટલાક તથ્યો અંગે સ્પષ્ટતા કરવાની જરૂર છે.”‘ગોરખા’ની જાહેરાત ઑક્ટોબર ૨૦૨૧માં કલર યેલો પ્રોડક્શન્સ અને કેપ ઑફ ગુડ ફિલ્મ્સના સહયોગથી કરવામાં આવી હતી. નેશનલ એવોર્ડ વિજેતા દિગ્દર્શક સંજય પુરણ સિંહ ચૌહાણ આ ફિલ્મનું દિગ્દર્શન કરવાના હતા. આ ફિલ્મ ભારતીય સેનાના ૫મી ગોરખા રાઇફલ્સના શૂરવીર અધિકારી મેજર જનરલ ઈયાન કાર્ડાેઝોના જીવન પર આધારિત બાયોગ્રાફિકલ વોર ડ્રામા તરીકે રજૂ થવાની હતી.અક્ષય આ પ્રોજેક્ટમાં આ દિગ્ગજ સૈનિકની ભૂમિકામાં જાેવા મળવાનો હતો, જેમણે ૧૯૬૨, ૧૯૬૫ અને ખાસ કરીને ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ફિલ્મની જાહેરાત બાદ તેનું ફર્સ્ટ લૂક પોસ્ટર પણ ચર્ચામાં આવ્યું હતું, જેમાં અક્ષયનો શક્તિશાળી અવતાર જાેવા મળ્યો હતો. આ ફિલ્મ અક્ષય માટે ખાસ પ્રોજેક્ટ માનવામાં આવી રહી હતી, કારણ કે તે આ વૉર હીરોની કહાનીને મોટા પાયે દર્શકો સુધી પહોંચાડવા માંગતો હતો.



