
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
કેન્દ્ર સરકારના જ નીતિ આયોગ નો રિપોર્ટ જણાવે છે કે ભારતમાં દરરોજ ૨૫ સ્કૂલો બંધ થઈ રહી છે. જ્યારે ૧૦ વર્ષમાં ૯૪૦૦૦ સરકારી સ્કૂલોને લાગી ગયા છે તાળા. જ્યારે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં સૌથી વધુ ૪૦૦૦૦ શાળાઓ બંધ થઈ અને એને કારણે ૨૨૬ કરોડ વિદ્યાર્થીઓએ એડમિશન ગુમાવ્યા.
નીતિ આયોગ દ્વારા ભારતીય શિક્ષણ વ્યવસ્થા અંગે તાજેતરમાં જાહેર કરવામાં આવેલો એક અહેવાલ ભારે ચોંકાવનારો છે. સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા: ટેમ્પોરલ એનાલિસિસ એન્ડ પોલીસી રોડ મેપ ફોર ક્વોલિટી એન હાંસમેન્ટ શીર્ષક હેઠળના આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે છેલ્લા ૧૦ વર્ષમાં દેશભરમાંથી ૯૪૦૦૦ જેટલી સરકારી શાળાઓ નામશેષ થઈ ગઈ છે.
શિક્ષણ જગતમાં ચિંતાની લહેર જગાડતા આ આંકડા સ્પષ્ટ કરે છે કે ગ્રામીણ ભારતમાં શાળાકીય શિક્ષણ અત્યારે એક મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ઉપરાંત રિપોર્ટના ચોકાવનારા આંકડા દર્શાવે છે કે છેલ્લા ૧૦ વર્ષમાં ભારતમાં દરરોજ સરેરાશ ૨૫ શાળાઓ બંધ થઈ છે જેમાં સૌથી મોટો હિસ્સો સરકારી શાળાઓનો છે. સરકારી શાળાઓમાં થતો ઘટાડો વર્ષ ૨૦૧૪-૧૫ દેશમાં સરકારી શાળાઓની સંખ્યા ૧૧.૦૭ લાખ હતી. જે વર્ષ ૨૦૨૪-૨૫ માં ઘટીને ૧૦.૧૩ લાખ થઇ ગઈ છે.
જ્યારે આજ ગાળામાં સરકારી સહાયતા મેળવતી શાળાઓની સંખ્યા પણ ૮૩૦૦૦ થી ઘટીને ૭૯૦૦૦ થઈ ગઈ છે. ખાનગી શાળાઓમાં આનાથી ઊલટું છે. આ દસ વર્ષના ગાળામાં ખાનગી શાળાઓની સંખ્યા ૨.૮૮લાખ થી વધીને ૩.૩૯ લાખ પર પહોંચી ગઈ છે. સમગ્ર શિક્ષણ વ્યવસ્થા સામે એક મોટો પડકાર છે. જો આમને આમ ચાલશે તો ભણશે ગુજરાત, વાંચશે ગુજરાત, લખશે ગુજરાત નું સૂત્ર માત્ર બ્લેકબોર્ડ ઉપર શોભામાં અભિવૃદ્ધિ કરતું જ નજર પડશે. વાસ્તવમાં એના અમલનું શું?




