Weather Update: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ છુટા છવાયા કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અન્ય જીલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. તો ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને તેમજ એપીએમસીનાં વેપારીઓને અનાજને સુરક્ષિત રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે.
આજે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 1 થી 2 માં હળવા વરસાદ સાથે ભારે પવનની આગાહી કરવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી
આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દ્વારકા, જામનગર, મોરબી, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદની આગાહી કરી હતી. 2 માર્ચે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીગસાગર, સાબરકાંઠા, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે માવઠાની આગાહી કરવામાં આવી છે. ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે.
સાવચેતી પગલા
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોયતો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી,અથવા પ્લાસ્ટિક /તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા.