
વિદ્યાર્થીઓ પર પેલેટ ગન મુદ્દે હોબાળો સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ હાઈ લેવલ કમિટી બનાવવાની રાહુલ ગાંધીની માગ રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માંગ કરી લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ૨૦ જુલાઈએ વિદ્યાર્થીઓના આંદોલનમાં કથિત પેલેટ ગનનો ઉપયોગ કરવા મામલે કેન્દ્ર સરકાર અને સંબંધિત એજન્સીઓ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માંગ કરીને કહ્યું કે, આ સમગ્ર ઘટના મામલે સુપ્રીમ કોર્ટના દેખરેખ હેઠળ સ્વતંત્ર હાઈલેવલ કમિટી બનાવવાની તપાસ થવી જાેઈએ. દેખાવો દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા શેખ ઈરશાદ મંસૂરીનો મેડિકો લીગલ કેસ (MLC) રિપોર્ટ સામે આવ્યા બાદ રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું છે.
રાહુલ ગાંધીએ એક્સ પર લખ્યું છે કે, ‘વિદ્યાર્થીઓને ન્યાય મળવો જાેઈએ અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એક સ્વતંત્ર હાઈ કમિટીની રચના કરવી જાેઈએ અને વિદ્યાર્થીઓ પર થયેલી કથિત બર્બરતાની તપાસ થવી જાેઈએ.
૨૫ વર્ષિય શેખ ઇરશાદ મંસૂરીએ ૨૦ જુલાઈએ દેખાવો દરમિયાન કથિત પેલેટ ગનનો ઉપયોગ થયો હોવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર મંસૂરીનો મેડિકો-લીગલ કેસ (MLC) રિપોર્ટમાં અનેક મહત્ત્વનો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ, સર્જરી વખતે મંસૂરીના માથામાંથી, ગળામાંથી, ચહેરા પરથી અને શરીરના કેટલાક ભાગોમાંથી ધાતુ કણો કાઢવામાં આવ્યા હતા. રિપોર્ટ મુજબ, મંસૂરીના શરીરમાંથી કુલ સાત પેલેટ જેવા ધાતુના કણ નિકાળવામાં આવ્યા છે.




