
રાકાના શૂટિંગનું હાલ ફાઈનલ શિડયૂલ દીપિકા રાકાનું શૂટિંગ પૂર્ણ કરી સપ્ટે.થી મેટર્નિટી લીવ પર સુહાના ખાન અને શાહરૂખખાનની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ ‘કિંગ’ આગામી નાતાલ વખતે રજૂ થવાની છે હાલ બોલિવુડની ટોચની હિરોઇનોમાં મોખરાનું સ્થાન ધરાવતી દીપિકા પાદુકોણ તેની આગામી ફિલ્મ ‘રાકા’નું શૂટિંગ મુંબઇમાં કરી રહી છે. દીપિકા એટલી ર્નિદેશિત આ મહત્વાકાંક્ષી ફિલ્મમાં પોતાના હિસ્સાનું શૂટિંગ પુરૂ કરી સપ્ટેમ્બરથી મેટર્નિટી લીવ પર જવાની છે.દીપિકા સપ્ટેમ્બરની શરૂઆતમાં તેના હિસ્સાનું શૂટિંગ પુરૂ કરી લેવાની વેતરણમાં છે. ઉલ્લેખનીય છે કે દીપિકા તથા રણવીરે ગત એપ્રિલમાં તેઓ બીજાં સંતાનના માતાપિતાન બનવાનાં હોવાની જાહેરાત કરી હતી. દીપિકાની પહેલી દીકરી દુવાને આગામી સપ્ટેમ્બરમાં બે વર્ષ પૂર્ણ થવાનાં છે.‘રાકા’ના પ્રથમ ભાગનું આ ફાયનલ શેડયુઅલ છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે.‘રાકા’ ફિલ્મનું શૂટિંગ પુરું થયા બાદ સપ્ટેમ્બરમાં પોસ્ટ પ્રોડક્શનનું કામ પણ શરૂ થઇ જશે તેમ મનાય છે. લગભગ એક હજાર કરોડ રૂપિયાના તોતિંગબજેટ સાથે બની રહેલી આ ફિલ્મ દીપિકાની કેરિયર માટે મહત્વની છે.‘રાકા’ ઉપરાંત દીપિકા શાહરૂખખાનની આગામી ફિલ્મ ‘કિંગ’માં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. સુહાના ખાન અને શાહરૂખખાનની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ ‘કિંગ’ આગામી નાતાલ વખતે રજૂ થવાની છે.




