
ડિફેન્સ સેકટરમાં મોદી સરકારનો મોટો ખેલ ! ફ્રાન્સ સાથેની એક ડીલથી ભારતીય કંપનીઓને મોટો ફાયદો આ ડીલ આશરે રૂ.૩.૨૫ લાખ કરોડનો છે હાલમાં સંરક્ષણ મંત્રાલયની સંપાદન શાખા અને ભારતીય વાયુસેના દ્વારા વિચારણા હેઠળ
ભારતના સૌથી મોટા સંરક્ષણ ખરીદી કાર્યક્રમોમાંના એક ૧૧૪ રાફેલ મલ્ટીરોલ ફાઇટર જેટ માટેનો ડીલ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. ફ્રાન્સે આ ડીલ માટે ભારતને તેનો વિગતવાર ટેકનિકલ અને વ્યાપારી પ્રસ્તાવ રજૂ કર્યો છે.
સંરક્ષણ મંત્રાલય અને ભારતીય વાયુસેના (IAF) ની સંપાદન શાખા હાલમાં આ સંભવિત ડીલનું વિગતવાર મૂલ્યાંકન કરી રહી છે, જેનું મૂલ્ય આશરે રૂ.૩.૨૫ લાખ કરોડ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ડીલ આશરે રૂ.૩.૨૫ લાખ કરોડનો છે હાલમાં સંરક્ષણ મંત્રાલયની સંપાદન શાખા અને ભારતીય વાયુસેના દ્વારા વિચારણા હેઠળ છે. ફ્રેન્ચ દરખાસ્તનો મુખ્ય હાઇલાઇટ ભારતમાં મોટા પાયે સ્થાનિક ઉત્પાદન માટેની યોજના છે.નોંધનીય છે કે ભારત સરકારે આ વર્ષે મે મહિનામાં સરકાર-થી-સરકાર ખરીદી માર્ગ હેઠળ ફ્રાન્સને વિનંતી માટે દરખાસ્ત (RFP) મોકલી હતી, ફ્રાન્સે તે વિનંતીના જવાબમાં આ દરખાસ્ત રજૂ કરી છે.
પ્રસ્તાવ મુજબ, ૧૧૪ રાફેલ જેટમાંથી ૯૪ ભારતીય ઔદ્યોગિક ભાગીદાર સાથે મળીને ભારતમાં બનાવવામાં આવશે. આ મેગા-ડીલમાં ફ્રેન્ચ ડિફેન્સ મેજર ડેસોલ્ટ એવિએશન, MBDA, Safran અનેu Thales જેવી અન્ય અગ્રણી ફ્રેન્ચ ડિફેન્સ કંપનીઓ સાથે સંકળાયેલ હશે. ભારત સરકારની આ ડીલમાં સ્વદેશી સામગ્રી વધારવા અને ભારતીય બનાવટના શસ્ત્રોને એકીકૃત કરવા પર ખાસ ભાર મૂકી રહી છે. આમ મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન મળશે, તેમજ ભારત સ્થિત ૨૨ જેટલી ડિફેન્સ સેક્ટરની કંપનીઓને સીધો કે આડકતરી રીતે લાભ થશે.
ભારત રાફેલ જેટને સ્વદેશી રીતે વિકસિત શસ્ત્રોથી સજ્જ કરવાની યોજના ધરાવે છે, જેમાં ‘છજંટ્ઠિ’ એર-ટુ-એર મિસાઇલનો સમાવેશ થાય છે. સંરક્ષણ નિષ્ણાતો અને વાયુસેનાના અધિકારીઓ દરખાસ્તમાં આ જાેગવાઈનું નજીકથી મૂલ્યાંકન કરી રહ્યા છે.
ભારતીય વાયુસેના લાંબા સમયથી તેના કાફલામાં અદ્યતન ફાઇટર જેટની અછતનો સામનો કરી રહી છે. જાે આ ?૩.૨૫ લાખ કરોડનો સોદો અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે, તો તે માત્ર વાયુસેનાની લડાઇ ક્ષમતાઓમાં વધારો કરશે નહીં પરંતુ ભારતના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને આર્ત્મનિભરતા તરફ પણ નોંધપાત્ર રીતે આગળ ધપાવશે.
ભારત સરકાર મોટાભાગની વસ્તુઓનું દેશમાં જ ઉત્પાદન કરી રહી છે ત્યારે ડિફેન્સની સામગ્રી પણ ભારતમાં બની રહી છે તેની પાછળનું મોટું કારણ યુદ્ધ જેવી મુશ્કેલ સ્થિતિમાં ભારતને બીજા દેશો સામે હાથ ના ફેલાવો પડે તેમજ શસ્ત્ર સંરજામના સાધન-સામગ્રીની ખોટ ન વર્તાય અને ભારતીય બનાવટની હોવાથી જરૂરી સાધન-સામગ્રી ત્વરીત ઉપલબ્ધ થઈ શકે એટલા માટે છે.
અગાઉ ભારત પાસે રશિયાના યુદ્ધ જહાજાે હતા પરંતુ તેની મશીનરીની બનાવટ યુક્રેનની હતી આથી રશિયા-યુક્રેન જંગ છેડાતા તે સામગ્રી મોકલવાનુ યુક્રેને બંધ કરી દીધુ હતુ. જે બાદ હવે દેશમાં મોટાભાગની વસ્તુઓ બનાવવાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.




