
નોરા ફતેહી માટે ‘બિગ બોસ ૯’ ખૂબ જ ફાયદાકારક રહ્યો નોરા ફતેહીએ ૧૧ વર્ષ પહેલાં એક શરત બદલ ‘બિગ બોસ’માં લીધી હતી એન્ટ્રી નોરા ફતેહીએ ૨૦૧૫માં વાઈલ્ડકાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે બિગ બોસ ૯માં એન્ટ્રી લીધી હતી અને ૨૦૧૬માં બહાર થઈ ગઈ હતી
બોલિવૂડની સુંદર અને ચર્ચાસ્પદ અભિનેત્રી નોરા ફતેહીએ તાજેતરમાં ખુલાસો કર્યાે હતો કે, તે શરૂઆતમાં ‘બિગ બોસ ૯’માં જવા માટે તૈયાર નહોતી. તેણે ‘બિગ બોસ’માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે જતાં પહેલાં મેકર્સ સમક્ષ એક શરત મૂકી હતી. પરંતુ, આ એક શોએ તેની કિસ્મત સંપૂર્ણપણે બદલી નાખી.નોરા ફતેહી હવે એક એવું નામ બની ચૂકી છે, જેને કોઈ ઓળખની જરૂર નથી. તેણે અનેક મ્યુઝિક વિડિયોઝ અને પોતાના ડાન્સના દમ પર આજે દેશમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. પરંતુ, એક સમય એવો પણ હતો જ્યારે તેની ઓળખ બિગ બોસ કન્ટેસ્ટન્ટ તરીકે હતી. જાેકે, આજે તે દેશનું જાણીતું નામ બની ચૂકી છે. આ વાત અલગ છે કે તે શરૂઆતમાં ‘બિગ બોસ ૯’માં જવા નહોતી ઇચ્છતી.અભિનેત્રી નોરા ફતેહીએ તાજેતરમાં ખુલાસો કર્યાે કે જે શોએ (બિગ બોસ) તેનું ભાગ્ય બદલી નાખ્યું, તે શરૂઆતમાં આ શોમાં એન્ટ્રી લેવાના પક્ષમાં નહોતી. નોરાએ જણાવ્યું કે જ્યારે તેને આ શો ઓફર થયો ત્યારે તેણે મેકર્સ સામે એક શરત મૂકી હતી, જે સ્વીકારાયા બાદ જ તેણે વાઈલ્ડ કાર્ડ તરીકે બિગ બોસ ૯માં એન્ટ્રી લીધી અને ભારે પ્રસિદ્ધિ મેળવી હતી. નોરા ફતેહીએ ૨૦૧૫માં વાઈલ્ડકાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે બિગ બોસ ૯માં એન્ટ્રી લીધી હતી અને ૨૦૧૬માં બહાર થઈ ગઈ હતી. આ દરમિયાન પ્રિન્સ નરુલા સાથે તેની દોસ્તી અને નજીકતા ખૂબ ચર્ચામાં રહી હતી. હવે નોરાએ જણાવ્યું કે પહેલાં તે રિયાલિટી શોઝને અલગ નજરિયાથી જાેતી હતી, પરંતુ પાછળથી તેને સમજાયું કે એક ઊભરતા કલાકાર માટે આ ખૂબ જ ફાયદાકારક પ્લેટફોર્મ હોઈ શકે છે.‘અનટ્રિગર્ડ’ પોડકાસ્ટ પર વાત કરતી વખતે નોરાએ જણાવ્યું કે જ્યારે તેને બિગ બોસની ઓફર મળી, ત્યારે તે પોતાના કરિયરના સ્ટ્રગલિંગ ફેઝમાં હતી. તે એ ગીતોના પેમેન્ટ માટે પણ સ્ટ્રગલ કરી રહી હતી, જેમાં તેણે કામ કર્યું હતું.નોરાએ આ અંગે વાત કરતાં કહ્યું- ‘મેં ઘણાં ગીતો કર્યા હતા, પરંતુ મને તેનું પેમેન્ટ મળ્યું નહોતું. હું મારા પેમેન્ટ માટે લડી રહી હતી, મારે રાહ જાેવી પડી રહી હતી. કદાચ પ્રોડ્યુસર્સે એજન્સીને પૈસા આપ્યા નહીં હોય. જાેકે, આ જ સમયે મને બિગ બોસની ઓફર મળી. પણ, મેં ના પાડી દીધી. પછી તેમણે મને કહ્યું કે આટલા પૈસા મળશે, તો મેં કહ્યું- ઠીક છે.’નોરાએ કહ્યું, ‘આ એક એવું પ્લેટફોર્મ છે કે જાે તમે સ્માર્ટ છો તો તે તમને તરત જ ઘરે-ઘરે જાણીતી કરી દેશે. હું વાઈલ્ડકાર્ડ એન્ટ્રી હતી, તેથી વધુ સમય સુધી રહેવાની નહોતી. હું ‘ઝલક દિખલા જા’ કરવા માંગતી હતી અને તે પણ એ જ ચેનલનો શો હતો. તો મેં તેમને કહ્યું- મને ‘ઝલક’ આપી દો અને હું બદલામાં ‘બિગ બોસ’ કરીશ. તેમણે હા પાડી દીધી અને મને ‘બ્રેક’ મળી ગયો.’જાેકે, નોરા ફતેહી માટે ‘બિગ બોસ ૯’ ખૂબ જ ફાયદાકારક રહ્યો. આ શો દરમિયાન પ્રિન્સ નરુલા સાથે નોરાની ગાઢ મિત્રતા થઈ ગઈ, જે પાછળથી એ સીઝનના વિનર બન્યા. તો બીજી તરફ શો પૂરો થયા પછી નોરાનું કરિયર સતત સફળતાના શિખરો સર કરતું ગયું અને આજે તે બોલિવૂડનું મશહૂર નામ છે.




