
વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ આવી રહ્યો છે વંદે ભારત એક્સપ્રેસનો અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં ઝારખંડના લીલાછમ જંગલોમાં સાપની જેમ ભાગતી વંદે ભારત ટ્રેનનો અદભુત વીડિયો રેલવે મંત્રીએ શેર કર્યો
ઝારખંડને કુદરતનું ઘર કહીએ તો પણ ખોટું નહીં પડે. ચારે તરફ લીલાછમ જંગલો, ઊંચા-ઊંચા પહાડો, ખળખળ વહેતી નદીઓ, પાણીથી છલોછલ ડેમ અને જંગલો વચ્ચેથી પસાર થતી રેલવે લાઇન-ફોરલેન રસ્તાઓનો નજારો ખરેખર મનમોહક છે. હવે ઝારખંડની આ જ કુદરતી સુંદરતામાંથી પસાર થતી વંદે ભારત એક્સપ્રેસનો અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઝારખંડની હરિયાળી અને પહાડોની સુંદરતા દર્શાવતો ડ્રોન વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં નારંગી રંગની વંદે ભારત એક્સપ્રેસ લીલાછમ જંગલો વચ્ચેથી પસાર થતી જાેવા મળે છે. ક્યાંક ટ્રેન પહાડોની વચ્ચેથી વળાંક લે છે તો ક્યાંક સુરંગમાંથી બહાર નીકળતી નજરે પડે છે. ઉપરથી લેવામાં આવેલા આ દૃશ્યો ટ્રેનની સાથે ઝારખંડની કુદરતી સુંદરતાને પણ ખાસ રીતે રજૂ કરે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
ફિલ્મ અભિનેતા અનૂપમ ખેરે પણ રેલવે મંત્રીની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે વીડિયો જાેઈને ‘મ્ીટ્ઠેંઅ’ લખીને પોતાની પ્રશંસા વ્યક્ત કરી છે. ડ્રોનથી શૂટ કરવામાં આવેલા આ વીડિયોમાં વંદે ભારતની ઝડપ અને ઝારખંડના જંગલો-પહાડોનો નજારો એકસાથે જાેવા મળે છે.
અશ્વિની વૈષ્ણવે ૨૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ પોતાના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી કર્ણાટકનો એક ડ્રોન વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં પશ્ચિમ ઘાટના સાકલેશપુર–સુબ્રમણ્ય રોડ એટલે કે શિરાડી ઘાટ સેક્શનમાં વંદે ભારત એક્સપ્રેસ લીલાછમ જંગલો વચ્ચે વળાંક લેતી દોડતી જાેવા મળી હતી.
આ વીડિયોને શેર કરતી વખતે રેલવે મંત્રીએ ‘New age trains! Make more in India.’ લખ્યું હતું. ડ્રોન કેમેરાથી ઉપરથી લેવામાં આવેલા દૃશ્યમાં ટ્રેનના વળાંકોને કારણે તે જાણે જંગલોની વચ્ચે સાપની જેમ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું હતું.
હવે ઝારખંડના જે વીડિયો સામે આવ્યો છે તે રાંચી-બરકાકાના-હજારીબાગ રેલવે લાઇન પર ડ્રોનથી શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં વંદે ભારત એક્સપ્રેસ જંગલો અને પહાડોની વચ્ચેથી પસાર થતી જાેવા મળે છે. એક તરફ આધુનિક વંદે ભારત ટ્રેન અને બીજી તરફ ઝારખંડની કુદરતી હરિયાળીનો સંગમ આ વીડિયોને ખાસ બનાવે છે.




