
ફ્રેન્ડશિપ વીક પર ઇમ્તિયાઝ અલી-અનુરાગ કશ્યપની ‘બોબી બ્યુટી પાર્લર’ રિલીઝફ્રેન્ડશિપ વીક દરમિયાન ૬ ઑગસ્ટે આ શોર્ટ ફિલ્મ રિલીઝ થઈ ઇમ્તિયાઝ અલી અને અનુરાગ કશ્યપ ‘બોબી બ્યુટી પાર્લર’માટે એકસાથે આવ્યા ‘બોબી બ્યુટી પાર્લર’ બાળપણના બે ખાસ મિત્રો ઈલુ અને મનુની લાગણીસભર કહાની રજૂ કરે છે
લાંબા સમયથી મિત્ર રહેલા અને જાણીતા ફિલ્મકાર ઇમ્તિયાઝ અલી અને અનુરાગ કશ્યપ ફરી એકવાર એક ખાસ પ્રોજેક્ટ માટે સાથે આવ્યા છે. બંને ફ્રેન્ડશિપ વીક નિમિત્તે રજૂ થનારી કમિંગ-ઓફ-એજ શોર્ટ ફિલ્મ ‘બોબી બ્યુટી પાર્લર’ના પ્રેઝેન્ટર તરીકે જાેડાયા છે. શશ્વત દ્વિવેદી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ૬ ઑગસ્ટે યુટ્યુબ પર પ્રીમિયર થઈ છે.‘બોબી બ્યુટી પાર્લર’ બાળપણના બે ખાસ મિત્રો ઈલુ અને મનુની લાગણીસભર કહાની રજૂ કરે છે. જીવનની દિશાઓ બદલાઈ જાય તે પહેલાં બંને એક છેલ્લી બપોર સાથે વિતાવે છે. પાડોશના એક બ્યુટી પાર્લરને કેન્દ્રમાં રાખીને આગળ વધતી આ ફિલ્મ કિશોરાવસ્થાની નિર્દાેષતા, મિત્રતા, નાનાં ઝઘડા, મસ્તી અને બદલાતા સમયની લાગણીઓને સ્પર્શે છે.આ ફિલ્મ દ્વારા ઇમ્તિયાઝ અલી અને અનુરાગ કશ્યપની સર્જનાત્મક ભાગીદારી પણ ફરી જાેવા મળશે. બંનેની મિત્રતા દિલ્હીમાં યુનિવર્સિટીના દિવસોથી ચાલી આવી છે. હાલમાં અનુરાગ કશ્યપ ‘ઓહ શોર્ટ ફ્લિપ્સ’ માટે કન્ટેન્ટ ક્યુરેટ કરી રહ્યા છે, જ્યારે ફિલ્મનું નિર્માણ રંજન સિંહે કર્યું છે. ફિલ્મ અંગે ઇમ્તિયાઝ અલીએ કહ્યું, “જીવનની સૌથી યાદગાર ક્ષણો મોટો શોર નથી મચાવતી, પરંતુ આપણા વ્યક્તિત્વનો કાયમી ભાગ બની જાય છે. ‘બોબી બ્યુટી પાર્લર’ એવી જ ક્ષણોને સુંદર રીતે રજૂ કરે છે. આ ફિલ્મ જાેઈને મને મારું નાનું શહેર, કિશોરાવસ્થાના ર્નિણયો અને મારા મિત્રો યાદ આવી ગયા.”અનુરાગ કશ્યપે ફિલ્મને મિત્રતા, સપનાઓ અને મોટા થવાની સફર પર આધારિત હૃદયસ્પર્શી કહાની ગણાવી. તેમણે કહ્યું, “આ ફિલ્મની ખાસ વાત એ છે કે નિર્માતા જાન્હવી અસ્થાનાજ ફિલ્મનું સહ-લેખન પણ કર્યું છે અને કેમેરા પણ સંભાળ્યો છે. દિગ્દર્શક શશ્વત દ્વિવેદી મારી સાથે કામ શરૂ કરનાર વ્યક્તિ છે અને તેમની સફર જાેવી મારા માટે ખૂબ જ વ્યક્તિગત અનુભવ રહ્યો છે.”મિત્રતા, યાદો અને જીવનના બદલાતા તબક્કાઓને કેન્દ્રમાં રાખતી ‘બોબી બ્યુટી પાર્લર’ ફ્રેન્ડશિપ વીક દરમિયાન દર્શકોને ભાવનાત્મક સફર કરાવવાનો પ્રયાસ કરશે.




