
(નીડર, નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
હૈદરાબાદની નેશનલ એકેડેમી ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ (NALSAR) યુનિવર્સિટીના ૨૦૨૬ ના દીક્ષાંત સમારોહમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે એનો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે. વિદ્યાર્થીઓએ નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અન્ડરગ્રેજ્યુએટ (NEET -UG) વિવાદ અને કોકરોચ જનતા પાર્ટીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન તાજેતરની ઘટનાઓના સંદર્ભમાં આ વાંધો ઉઠાવ્યો હતો. વિદ્યાર્થીઓએ પત્રમાં લખ્યું છે કે યુવાનોને કોક્રોચ કહેવાથી લઈને પોલીસ દ્વારા બર્બરતા દાખવતા વિડિયો જોવાનો સમય નથી એવા અસંવેદનશીલ વિધાનો કરનારા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ અમારા પ્રત્યે ઉદાસીનતા દાખવી છે. એવામાં તેમને આ કોલેજમાં આમંત્રિત કરવાનું અને તેમના હાથે ડિગ્રીઓ મેળવવાનું અમને શૈક્ષણિક અને ભાવનાત્મક રીતે ઠીક નથી લાગી રહ્યું.
અત્રે ઉલ્લેખનીય છેકે એ પરંપરા રહી છે કે દરેક દીક્ષાંત સમારોહમાં ચીફ જસ્ટિસ ભાષણ આપે છે એને કારણે એમને આમંત્રણ આપવામાં આવે છે.




