
અચાનક ફાટી શકે છે ૧૬ ઝીલો, પૂરનો ડર ભારતના સિક્કિમ રાજ્ય પર નેપાળ જેવી ભયાનક ત્રાસદી જેવું જાેખમ! બધુ મળીને ૪૦ ગ્લેશિયર ઝીલોને જાેખમી ગણાવી છે અને ૧૬ તો એવી છે કે જે ફાટે તો તબાહી નિશ્ચિત છે
ભારતના સેવન સિસ્ટર્સ કહેવાતા સાત રાજ્યોમાંથી એક એવા સિક્કિમમાં પણ નેપાળ જેવી ત્રાસદે ગમે તે ટાણે ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. સિક્કિમમાં ૪૦ એવી ગ્લેશિયલ ઝીલોની ઓળખ થઈ છે જેમાંથી પૂરનું જાેખમ રહી શકે છે. એમાં પણ ૧૬ ઝીલો એવી છે જે ખુબ જાેખમી કેટેગરી એ મા રાખવામાં આવી છે. જાે તેમાં પાણીનું દબાણ વધે કે ભૂકંપ જેવી ઘટનાઓ ઘટે તો ઝીલ અચાનક ફાટી શકે છે અને નીચેના વિસ્તારોને પોતાની ઝપેટમાં લઈ શકે છે.
અત્રે જણાવવાનું કે સિક્કિમની આ જાણકારી એવા સમય સામે આવી છે કે જ્યારે પાડોશી દેશ નેપાળમાં ૨૬ ઓગસ્ટના રોજ નેપાળ તિબ્બત સરહદ પાસે ગ્લેશિયર તૂટવાથી અચાનક પૂર આવ્યું હતું. આ ઘટનામાં ૧૨૦૦થી વધુ લોકોના જીવ ગયા છે અને અનેક લોકો ગૂમ છે.
જાે કે નેપાળનું આ પૂર GLOF નહતું પરંતુ તેનાથી હિમાલયમાં વધતા જાેખમ વિશે ચિંતા વધી છે.
ગ્લેશિયર લેક ગ્લેશિયર પીગળવાથી અને ગ્લેશિયરની સપાટીની નીચે પીગળેલા પાણીના ભેગા થવાથી બને છે. ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) એક એવી ઘટના છે જેમાં કોઈ પણ કારણસર અચાનક ઝીલ ફાટી જાય છે અને આ વધુ પાણી ભેગું થવાથી કે પછી ભૂકંપ જેવી કુદરતી ઘટનાઓને કારણે પણ થઈ શકે છે. કોઈ માનવીય ગતિવિધિના કારણે પણ આવું શક્ય છે.
સિક્કિમમાં ઓક્ટોબર ૨૦૨૩માં ગ્લેશિયલ ઝીલના ફાટવાથી મોટી તબાહી મચી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા ૬૦ લોકોના જીવ ગયા હતા. મંગન, ગેંગટોક, પાકયોંગ અને નામચી જિલ્લાઓમાં ભારે નુકસાન થયું હતું. આ પૂરે ચુંગથાંગ બંધને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જે એક મોટા હાઈડ્રોપાવર પ્રોજેક્ટનો ભાગ હતો.
સિક્કિમમાં જીએલઓએફ રિસ્ક મિટિગેશન સાથે જાેડાયેલી એક મીડિયા વર્કશોપમાં ગુરુવારે પ્રિન્સિપલ સેક્રેટરી સંદીપ તાંબેએ કહ્યું કે, ગ્લેશિયરમાં થઈ રહેલા ફેરફારોની નિગરાણી માટે રિમોટ સેન્સિંગ અને સેટેલાઈટ ઈમેજનરીનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે જે ૪૦ વધુ જાેખમી (હાઈ હઝાર્ડ) ઝીલની ઓળખ થઈ છે જેમાંથી ૧૬ ખુબ જ જાેખમી (A-હાઈએસ્ટ રિસ્ક), ૨ વધુ જાેમી (B- હાઈ રિસ્ક), અને ૯ને સામાન્ય કે ઓછી જાેખમીવાળી કેટેગરી (C- મોડરેટ થી લો રિસ્ક)માં રાખવામાં આવી છે. જ્યારે બાકીની ૧૩ ઝીલોની કેટેગરી નક્કી થઈ નથી.
તાંબેએ કહ્યું કે, તમામ ઝીલો પર એક સરખી રણનીતિ અપનાવી શકાય નહીં. આથી લ્હોનક કોમ્પ્લેક્સ, શાકો છે લેક અને ગુરુદોન્ગ્માર કોમ્પ્લેક્સ માટે અલગ અલગ પ્રસ્તાવ છે.
સિક્કિમ સરકારે શાકો છો લેકને ગ્લેશિયર ઝીલના ફાટવાથી આવનારા પૂરની રીતે સૌથી જાેખમી ઝીલ તરીકેની ઓળખ કરી છે. એટલે કે આ ઝીલ ખુબ જ નબળી ઝીલ છે જ્યાં ગમે ત્યારે ઝીલ ફાટવાનું રિસ્ક છે. તેના પર એક ડીપીઆર એનડીઆરએફને પણ મોકલાયો છે અને જળ શક્તિ મંત્રાલયને પણ પ્રાથમિક પ્રોજેક્ટ રિપોર્ટ અપાયો છે.
સિક્કિમના સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી ડીજી શ્રેષ્ઠાના જણાવ્યાં મુજબ ગુરુવારે કેન્દ્રીય ગૃહ સચિવે હિમાલયના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અધિકારીઓની સાથે આ જાેખમો અને હિમ સ્ખલન સંલગ્ન જાેખમોને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી છે.




