
કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા કાશ્મીરમાં પર્વતો પર બરફની ચાદર પથરાતા નયનરમ્ય દૃશ્યો સર્જાયા લદાખ સરહદ નજીક આવેલા કાબુલ ગલીમાં હિમવર્ષા થતાં તુલૈલ ઘાટી બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ
ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાની ગુરેઝ ઘાટીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ છે. લદાખ સરહદ નજીક આવેલા કાબુલ ગલીમાં હિમવર્ષા થતાં તુલૈલ ઘાટી બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ. આહલાદક દ્રશ્યો સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ બરફવર્ષાથી ઘાટીની સુંદરતામાં વધારો થયો છે અને પ્રવાસીઓની અવરજવર વધવાની શક્યતા છે. શિયાળાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે.
ઉત્તર કાશ્મીરના બાંદિપોરા જિલ્લામાં આવેલી ગુરેઝ ઘાટીની રમણીય તુલૈલ ઘાટીમાં સિઝનની પહેલી બરફવર્ષા થઈ છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક વધી ગઈ છે.
લદાખ સરહદની નજીક આવેલા કાબુલ ગલીમાં થયેલી આ બરફવર્ષાએ ઘાટીની સુંદરતામાં વધારો કર્યો છે. શિયાળાની ઋતુની શરૂઆતની સાથે જ આ વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે.
લદાખ કેન્દ્રશાસિત પ્રદેશની સરહદની નજીક સ્થિત કાબુલ ગલી ગુરેઝના સૌથી વધુ ઊંચાઈવાળા ક્ષેત્રોમાં સામેલ છે. આ વિસ્તારમાં મોસમની શરૂઆતમાં જ બરફવર્ષા જાેવા મળે છે. બરફવર્ષા બાદ પહાડોએ સફેદ ચાદર ઓઢી લીધી છે, જેનાથી આખી તુલૈલ ઘાટીની સુંદરતા વધુ નિખરી ઉઠી છે.
કાબુલ ગલીમાં થયેલી આ પહેલી બરફવર્ષાથી ઘાટીનો નજારો અત્યંત મનમોહક બની ગયો છે. એવું માનવામાં આવે છે કે આ સુંદર બદલાવ પછી અહીં પ્રવાસીઓની આવનજાવન વધી શકે છે. આની સાથે જ લદાખની સરહદથી જાેડાયેલા આ ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હવે શિયાળાની ઋતુની સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે.




