
કિંજલ રબારી અપહરણ કેસમાં મોટો ધમાકો મારું અપહરણ નથી થયું, પતિ સાથે સ્વેચ્છાએ ગઈ છું : કિંજલ રબારી કિંજલનો નવો વીડિયો સામે આવ્યો જેમાં તેણે જણાવ્યું કે હું મારા પતિ અશોક ચૌધરી સાથે સ્વેચ્છાથી ગઈ છું અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી ગુજરાતી ગાયક કિંજલ રબારી અપહરણ કેસમાં મોટો વળાંક આવ્યો છે. પહેલા સમાચાર સામે આવ્યા હતા કે કિંજલ રબારીનું અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સીબીડી મોલની બહારથી અપહરણ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે કિંજલ રબારીએ વીડિયો દ્વારા નવો ખુલાસો કર્યો છે. કિંજલે જણાવ્યું કે મારૂ અપહરણ થયું નથી અને હું સ્વેચ્છાથી મારા પતિ અશોક ચૌધરી સાથે આવી છું.
કિંજલે વીડિયોમાં જણાવી હકીકત
“હું કિંજલબેન દેસાઈ, હું અશોકકુમાર વાલાભાઈ ચૌધરીની પત્ની છું. અને અમે બંને લગ્ન કરેલ તારીખ ૨/૫/૨૦૨૪ ના રોજ. ત્યારબાદ મેં મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ ન માનતા હોવાથી મેં મારા પતિને બોલાવેલ ફોન કરીને મારી સ્વેચ્છાએ તારીખ ૧૦/૩/૨૦૨૬ ના રોજ અમે સાથે ગયેલ. ત્યારબાદ મને બળજબરીથી અ… મારા પતિને માર મારીને બળજબરીથી મારા ઘરે લઈ જવામાં આવેલ. અને મારા પિયર પક્ષના લોકોએ મને બળજબરી રાધનપુર કોર્ટમાં સહી સિક્કા કરાવેલ. મારી ઇચ્છા વિરુદ્ધ કરાવેલ હતી. કૌટુંબિક પદ્ધતિથી ધમકીઓ પણ સાથે મારા પતિને આપી દેવામાં આવી. અને ત્યાં મારા જીવને જાેખમ હતું, મારા ઘરે પણ મને જીવને જાેખમ હતું એટલે મેં અ… મારા પતિને સંપર્ક કરી અને મેં એમની સાથે આવી ગયેલ છું. આજ રોજ અ… તારીખ ૬/૯/૨૦૨૬ ના રોજ હું એમની સાથે આવેલ છું. મારી સ્વેચ્છાએ આવેલ છું. અહીંયા હું સેફ છું અને હું એમની સાથે છું. તો વિનંતી કરું છું કે કોઈએ ખોટો કેસ કે ફરિયાદ કરવી નહીં. થેન્ક્યુ.”
અમદાવાદના સીબીડી મોલમાં કિંજલ રબારી પોતાના પતિ સાથે ફિલ્મ જાેવા ગઈ હતી. ત્યારબાદ તેના અપહરણના સમાચાર સામે આવ્યા હતા. જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેમાં કિંજલ એક કાળા કલરની કારમાં સ્વેચ્છાથી બેસી રહી હોય તેમ લાગી રહ્યું હતું.
ત્યારબાદ અપહરણની ઘટના અંગે સવાલો ઉભા થયા હતા, પરંતુ હવે કિંજલે સમગ્ર મામલે ખુલાસો કરી દીધો છે.




