
૫૦૦ હસ્તલિખિત પત્રોને આધારે પટકથા તૈયાર કરાઇ મીનાકુમારીની બાયોપિકની કાસ્ટ ફાઈનલ: કિયારા, ક્રિતીની અટકળો સિદ્ધાર્થ મલ્હોત્રા ભવ્ય ફિલ્મમાં મોટા સેટ પાછળ ધૂમ ખર્ચ કરે તેવા નિર્માતાની શોધમાં સિદ્ધાર્થ પી. મલ્હોત્રાના ર્નિદેશનમાં બનવા જઇ રહેલી મીના કુમારીની બાયોપિક નામે ‘કમાલ ઔર મીના’ની સ્ટારકાસ્ટ આખરે ફાઇનલ થઇ ગઇ છે. જાે કે, ર્નિદેશક સિદ્ધાર્થ મલ્હોત્રાએ મીના કુમારીની ભૂમિકા કોણ ભજવશે તેનો કોઇ ફોડ પાડયો નથી.જાે કે, મીનાકુમારીની ભૂમિકા માટે લાંબા સમયથી ક્રિતી સેનન અને કિઆરા અડવાણીના નામો ચર્ચાઇ રહ્યાં છે. હવે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાની લોટરી ક્રિતીને ફાળે જાય છે કે કિઆરાને તે જાેવાનું રહ્યું. સિદ્ધાર્થ મલ્હોત્રાએ હિરો-હિરોઇન નક્કી થઇ ગયા હોવાનું જણાવી ઉમેર્યું હતું કે જાે તમને સ્ટાર ન મળે તો તમે આ ફિલ્મ બનાવી ન શકો. બિલાલ અમરોહી પ્રોડક્શન દ્વારા મીના કુમારી અને તેના પતિ કમાલ અમરોહીની લવ સ્ટોરી પરથી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મની પટકથા માટે મીના કુમારીએ લખેલાં ૫૦૦ હસ્તલિખિત પત્રોનો આધાર લેવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.હવે ‘પાકિઝા’ અને ‘સાહિબ બીબી ઔર ગુલામ‘ ફિલ્મોના ભવ્ય સેટ બનાવવા માટે લખલૂટ ખર્ચ કરી શકે તેવા નિર્માતાની શોધ ચાલી રહી છે. સ્વાભાવિક રીતે જ આ ભવ્ય ફિલ્મ બીગ બજેટ બની રહેશે.




