
સ્પર્ધકોની સંઘર્ષભરી જીવનકથાઓ સાંભળીને ભાવુક થયા બિગ બી અમિતાભ બચ્ચન માટે કેબીસી-૧૮નું હોસ્ટિંગ બન્યું ‘હાર્ટ-બ્રેકિંગ’ અનુભવ સિઝનની થીમ ‘સોચના પડેગા’ છે. તેનો મુખ્ય સંદેશ એ છે કે માહિતી સરળતાથી ઉપલબ્ધ હોય ત્યારે માત્ર સાચો જવાબ જાણવો પૂરતો નથી અમિતાભ બચ્ચન ફરી એકવાર ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૮મી સિઝનનું સંચાલન કરી રહ્યા છે. જાેકે, આ વખતે કેબીસીના મંચ પર અમિતાભ બચ્ચન માટે કેટલીક ક્ષણો હસવા-રમવા કરતાં વધુ ભાવુક બની રહી છે.કેબીસીના મંચ પર અમિતાભ સ્પર્ધકો સાથે માત્ર પ્રશ્નોત્તરી નથી કરતા. તેઓ તેમની વ્યક્તિગત જિંદગી, સંઘર્ષ અને સફળતાની કહાની પણ સાંભળે છે. ઘણી વખત આ વાતચીત દરમિયાન સ્પર્ધકો પોતાના જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓ વિશે ખુલાસો કરે છે.અમિતાભે પોતાના તાજેતરના બ્લોગમાં આ અનુભવો વિશે લખ્યું છે કે કેટલાક સ્પર્ધકો એટલી ગંભીર વ્યક્તિગત કહાનીઓ લઈને આવે છે કે તેમની લાગણીઓને સંભાળવી અને સાથે-સાથે શો હોસ્ટ કરવો મુશ્કેલ બની જાય છે. તેમણે આ સમગ્ર અનુભવને ‘હાર્ટ-બ્રેકિંગ’ ગણાવ્યો છે.આ સિઝનની થીમ ‘સોચના પડેગા’ છે. તેનો મુખ્ય સંદેશ એ છે કે માહિતી સરળતાથી ઉપલબ્ધ હોય ત્યારે માત્ર સાચો જવાબ જાણવો પૂરતો નથી, પરંતુ જવાબ આપતાં પહેલાં વિચારવું પણ જરૂરી છે.૧૦ ઓગસ્ટથી શરૂ થયેલી આ સિઝન સોમવારથી શુક્રવાર રાત્રે ૯ વાગ્યે સોની ટીવી પર અને સોની લિવ પર પ્રસારિત થઈ રહી છે.




