
બ્રિક્સ સમિટના ઓપન સેશનમાં બોલ્યા PM મોદી મહામારી, જળવાયુ સંકટ તેમજ યુદ્ધોથી બગડી વૈશ્વિક અર્થવ્યવસ્થા મોદીએ BRICS ને માત્ર સરકારો સુધી સીમિત રાખવાને બદલે સમગ્ર માનવતાના હિત સાથે જાેડવા પર ભાર મૂક્યો બ્રિક્સના મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વને મોટો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે આ સંગઠનની મહેનતનો લાભ સમગ્ર માનવજાતને મળવો જાેઈએ. પોતાની વાતને આગળ વધારતા પીએમ મોદીએ કહ્યું, BRICS ડિક્લેરેશનને માત્ર સરકારો સુધી સીમિત કરવાને બદલે સભ્ય દેશોની જનતાને તેમાં સહભાગી બનાવવી જાેઈએ. આજે પડકારોને સમયસર ઓળખવા ખૂબ જ જરૂરી છે, તેથી એકસાથે અનેક મોરચે કામ કરવું પડશે. હું તમામ સભ્ય દેશોના લોકોને અપીલ કરું છું કે તેઓ બ્રિક્સના લક્ષ્યને હાંસલ કરવામાં પોતાની ભૂમિકા સંપૂર્ણ તાકાત અને જવાબદારી સાથે નિભાવે.
બ્રિક્સ સભ્ય દેશોના ગ્રુપ ફોટોગ્રાફ બાદ પીએમ મોદીએ ભારત મંડપમથી આપેલા પોતાના સંબોધનમાં એ પણ કહ્યું, બ્રિક્સની વધતી તાકાત એ વાતનું પ્રમાણ છે કે આપણે સાચી દિશામાં કામ કરી રહ્યા છીએ. આપણો સહયોગ, આપણી પ્રેરણા બનવો જાેઈએ. આપણી વિવિધતા આપણી નવી ઓળખ બનવી જાેઈએ. આ માટે તમામ નાગરિકો અને સંસ્થાઓએ બ્રિક્સ સાથે કોઈને કોઈ સ્વરૂપે જાેડાવું જાેઈએ.
પીએમ મોદીએ કહ્યું કે દુનિયામાં ઝડપથી તણાવ વધી રહ્યો છે. આજે કોઈ પણ સંકટ એક ક્ષેત્ર સુધી સીમિત નથી. આ વૈશ્વિક તણાવના કારણે દુનિયાની સપ્લાય ચેન પ્રભાવિત થઈ છે. તેથી આપણે સૌ મળીને વૈશ્વિક પડકારોનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
પીએમ મોદીએ કહ્યું, ભારતે બ્રિક્સ સાથે સહયોગ વધાર્યો છે. અમે બ્રિક્સ સ્ટાર્ટઅપ ફંડનો પ્રસ્તાવ મૂક્યો છે. અમારું માનવું છે કે સૌના સહયોગથી ગાઈડલાઈન્સ તૈયાર થવી જાેઈએ. ભારત પોતે આનો અમલ કરી રહ્યું છે. વિકાસ ત્યારે જ સાચા અર્થમાં વિકાસ કહેવાય છે જ્યારે આખી દુનિયાને તેનો ફાયદો થતો હોય. તેથી અમે સભ્ય દેશોના નાના-નાના ઉદ્યોગોને પણ મોટા બજારો સાથે જાેડીશું. પ્રતિભાઓને દબાવનારા પડકારો પર કાબૂ મેળવીશું.
બ્રિક્સ સમિટના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે દુનિયામાં તણાવ સતત વધી રહ્યો છે, જેની સામાન્ય લોકોના જીવન પર મોટી અને વ્યાપક નકારાત્મક અસર પડી રહી છે. મહામારી, આબોહવા આપત્તિ અને સપ્લાય ચેનમાં અવરોધોએ દર્શાવ્યું છે કે આજની પરસ્પર જાેડાયેલી દુનિયામાં કોઈ પણ કટોકટી માત્ર એક જ વિસ્તાર પૂરતી મર્યાદિત રહેતી નથી. તેથી અમે બ્રિક્સની અંદર સ્થિતિસ્થાપકતા (રિઝિલિયન્સ) વધારવા પર ખાસ ભાર મૂક્યો છે.
પીએમ મોદીએ બ્રિક્સ નેતાઓને સંબોધિત કરતા કહ્યું કે નાના ઉદ્યોગોને નોલેજ, ફાઇનાન્સ અને નવા માર્કેટ સાથે જાેડવા માટે બ્રિક્સ સ્જીસ્ઈ કોઓપરેશન પોર્ટલની પહેલ કરવામાં આવી છે. જ્યારે આપણા શહેરો વચ્ચે શ્રેષ્ઠ પદ્ધતિઓ શેર કરવા માટે બ્રિક્સ અર્બન મોબિલિટી હબની સ્થાપના કરવામાં આવી છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિને માતાનો દરજ્જાે આપવામાં આવ્યો છે. સદીઓથી આપણી માન્યતા રહી છે કે વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિકલ્પ નથી, પરંતુ પૂરક છે. બ્રિક્સમાં પણ અમે માનવ વિકાસ અને પર્યાવરણ વચ્ચેના સંતુલન પર ભાર મૂક્યો છે. આ જ ટકાઉપણું (સસ્ટેનેબિલિટી) નો આધાર છે અને તે ભવિષ્યની પેઢીઓ પ્રત્યેની આપણી જવાબદારી પણ છે.
બ્રિક્સ સમિટ ૨૦૨૬ ના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “ભારતની અધ્યક્ષતામાં અમે ચાર મુખ્ય સ્તંભો પર અમારું પૂરું ધ્યાન કેન્દ્રિત કર્યું છે: સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહયોગ અને સ્થિરતા. મને ખુશી છે કે તમારા સહયોગ અને સમર્થનથી અમે અમારી સમાન વિચારસરણીને એવા સહયોગમાં બદલી શક્યા છીએ, જેમાં સૌનો ફાયદો છેપ” બ્રિક્સ સમિટ ૨૦૨૬ ના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમમાં વિશ્વના નેતાઓ સાથે ફેમિલી ફોટો પડાવ્યો.




