
આજે આમ આદમી પાર્ટી પરિવારને આજે વધુ મજબૂતી મળી છે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP – અજિત પવાર જૂથ) ના IT સેલ પ્રદેશ પ્રમુખ તથા પટેલ સમાજના અગ્રણી, સમાજસેવક અને ઘાટલોડિયા વિધાનસભાના પ્રભાવશાળી વ્યક્તિત્વ એવા હાર્દિક પરીખ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહ-પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ મંત્રી અનુપ શર્મા અને ઝોન પ્રભારી ચંદ્રશેખર રાવતની ઉપસ્થિતિમાં હાર્દિક પરીખે વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી પાર્ટીમાં જોડાયા હતા. પ્રદેશ સહ-પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ મંત્રી અનુપ શર્મા અને ઝોન પ્રભારી ચંદ્રશેખર રાવતે હાર્દિક પરીખનું આમ આદમી પાર્ટી પરિવારમાં હાર્દિક સ્વાગત અને અભિનંદન કર્યું હતું.
હાર્દિક પરીખ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં દિલ્હી અને પંજાબની સરકારે કરેલા કામો, સરકારની નીતિઓ, લોકો પ્રત્યેની પાર્ટીની પ્રતિબદ્ધતા અને વિકાસના કામોથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે. હાર્દિક પરીખના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં પાર્ટીના સંગઠનને નવી મજબૂતી અને નવી ઊર્જા મળશે. સમાજસેવા અને જનહિત સાથે જોડાયેલા તેમના અનુભવનો લાભ સંગઠનને મળશે અને આગામી સમયમાં ઘાટલોડિયા વિસ્તારમાં જનતાના પ્રશ્નોને વધુ મજબૂતીથી ઉઠાવવામાં આવશે. આમ આદમી પાર્ટી જનતાના હક માટે અવાજ ઉપાડવા અને ઈમાનદાર રાજનીતિ માટે જાણીતી છે. દિલ્હી અને પંજાબમાં અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં થયેલા શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી સહિતના જનહિતકારી કાર્યો અને વિકાસના મોડેલથી પ્રેરાઈને ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે.




