
ફિલ્મમાં હિંસક દૃશ્યોને યથાવતરાખવામાં આવ્યા ‘દાયરા’માં કોઈ વિઝ્યુઅલ કટ નહીં, સેન્સરે માત્ર એક શબ્દ બદલાવ્યો મેઘના ગુલઝારના દિગ્દર્શનમાં બનેલી ‘દાયરા’માં પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્વની ભૂમિકામાં છે કરીના કપૂર ખાન અને પૃથ્વીરાજ સુકુમારનની ઇન્વેસ્ટિગેટિવ થ્રિલર ‘દાયરા’ને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી ‘છ’ સર્ટિફિકેટ મળ્યું છે. ફિલ્મના સેન્સર સર્ટિફિકેશન અંગે સામે આવેલી વિગતો મુજબ, ફિલ્મમાં કોઈ પણ વિઝ્યુઅલ કટ સૂચવવામાં આવ્યો નથી. એટલે કે ફિલ્મમાં દર્શાવવામાં આવેલા હિંસક દૃશ્યોને યથાવતરાખવામાં આવ્યા છે.આ અંગેના અહેવાલ મુજબ, સેન્સરની એક્ઝામિનિંગ કમિટીએ ફિલ્મના સંવાદોમાં પણ કોઈ મોટો ફેરફાર સૂચવ્યો નથી. માત્ર ફિલ્મના બે દૃશ્યોમાં લગભગ બે કલાકના સમયગાળામાં અજ્યુનીનું પાત્ર ભજવતી કરીના કપૂર ખાનના એક સંવાદને ‘યોગ્ય રીતે બદલવા’ માટે કહેવામાં આવ્યું હતું. આ સંવાદમાં માત્ર એક શબ્દને બદલીને ‘મિનિસ્ટર’ કરવામાં આવ્યો છે.આ ફેરફાર બાદ ૧૧ સપ્ટેમ્બરે ‘દાયરા’ને પાસ કરવામાં આવી હતી. સેન્સર સર્ટિફિકેટ મુજબ ફિલ્મનો કુલ રનટાઇમ ૧૪૩.૧૬ મિનિટ એટલે કે ૨ કલાક, ૨૩ મિનિટ અને ૧૬ સેકન્ડ છે.મેઘના ગુલઝારના દિગ્દર્શનમાં બનેલી ‘દાયરા’માં પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ કરીના કપૂર ખાનની એવી દસમી ફિલ્મ છે જેને માત્ર પુખ્ત વયના દર્શકો માટેનું ‘એ’ સર્ટિફિકેટ મળ્યું છે. અગાઉ ‘અજનબી’ (૨૦૦૧), ‘ચમેલી’ (૨૦૦૩), ‘દેવ’ (૨૦૦૪), ‘ઓમકારા’ (૨૦૦૬), ‘કુરબાન’ (૨૦૦૯), ‘હિરોઇન’ (૨૦૧૨), ‘ઉડતા પંજાબ’ (૨૦૧૬), ‘વીરે દી વેડિંગ’ (૨૦૧૮) અને ‘ધ બકિંગહામ મર્ડર્સ’ (૨૦૨૪)ને પણ ‘એ’ સર્ટિફિકેટ મળ્યું હતું. ‘દાયરા’ ૧૮ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.




