
UPI ચાર્જ પર વિપક્ષના હોબાળા બાદ કેન્દ્રનો બચાવ કોઈ વિદેશી દબાણ નથી, સિસ્ટમ ર્સ્વનિભર થશે આ ર્નિણય ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ થી ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને ટકાઉ અને આર્ત્મનિભર બનાવવા લેવાયો UPI ટ્રાન્ઝેક્શન્સ પર ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ થી અમલમાં આવનારા નવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)ને લઈને શરૂ થયેલા રાજકીય વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સત્તાવાર સ્પષ્ટતા કરી છે. વિપક્ષી પક્ષ કોંગ્રેસ દ્વારા અમેરિકન કાર્ડ કંપનીઓને લાભ પહોંચાડવા અને વિદેશી દબાણ હેઠળ આ ચાર્જ લાદવામાં આવ્યો હોવાના આક્ષેપોને નાણા મંત્રાલયે સ્પષ્ટપણે ફગાવી દીધા છે.
સરકાર આ મુદ્દે હાલ બેકફૂટ પર છે ત્યારે નાણા મંત્રાલયે સફાઈ આપી છે કે ભારત પોતાના નીતિગત ર્નિણયો સ્વાયત્ત રીતે લે છે અને આ ર્નિણય ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને ટકાઉ, સુરક્ષિત અને આર્ત્મનિભર બનાવવા માટે લેવામાં આવ્યો છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશના નિવેદન બાદ થઈ હતી. જયરામ રમેશે આક્ષેપ કર્યો હતો કે શૂન્ય MDR ની વ્યવસ્થા ખતમ કરવાનો ર્નિણય અમેરિકન માંગણીઓ સામે ઝૂકીને લેવામાં આવ્યો છે, જેથી માસ્ટરકાર્ડ અને વિઝા જેવી અમેરિકન કાર્ડ કંપનીઓને UPI સામે હરીફાઈમાં લાભ મળે.
વિપક્ષના આક્ષેપો પર પ્રતિક્રિયા આપતાં નાણા મંત્રાલયે કહ્યું કે, ભારત સરકારના ર્નિણયોને કોઈ વિદેશી દબાણ સાથે લેવાદેવા નથી. તેનો હેતુ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને સર્વસમાવેશી અને આર્થિક રીતે ટકાઉ બનાવવાનો છે.
નોંધનીય છે કે વર્ષ ૨૦૧૬માં શરૂ થયેલું UPI આજે વિશ્વની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ બની ચૂક્યું છે. એકલા ઓગસ્ટ ૨૦૨૬માં જ UPI મારફતે ૨૪.૫ અબજ વ્યવહારો નોંધાયા હતા.
સામાન્ય ગ્રાહકો અને ૯૫% વ્યવહારો સંપૂર્ણ ફ્રી રહેશે: સરકારનો દાવો
નાણા મંત્રાલયે ફરી દાવો કર્યો છે કે, સામાન્ય જનતાના ખિસ્સા પર આ ર્નિણયની કોઈ જ અસર પડશે નહીં.
P2P ટ્રાન્સફર: પરિવાર કે મિત્રોને નાણાં મોકલવા કાયમ માટે ૧૦૦% મફત રહેશે, પછી ભલે રકમ ગમે તેટલી હોય.
દુકાનો પર ખરીદી: ગ્રાહક ગમે તેટલી રકમનો સામાન ખરીદીને ઊઇ કોડ સ્કેન કરશે તો પણ તેના ખાતામાંથી વધારાનો ૧ રૂપિયો પણ કપાશે નહીં.
બૅન્કોને સખત સૂચના: બૅન્કોને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે વેપારીઓ આ ચાર્જનો બોજ ગ્રાહકો પર પાસ ન કરે. તેમજ કોઈ પણ UPI એપ વધારાની પ્લેટફોર્મ ફી વસૂલી શકશે નહીં.
નાના વેપારીઓને રાહત: દર મહિને રૂ.૧,૦૦,૦૦૦ સુધીનું UPI પેમેન્ટ મેળવતા નાના દુકાનદારો માટે MDR શૂન્ય રહેશે. દેશમાં ૯૫% થી વધુ વેપારી વ્યવહારો રૂ.૨,૦૦૦ થી નીચેના હોવાથી તેના પર કોઈ ચાર્જ લાગશે નહીં.




