
હજુ પણ ૫૯ રસ્તાઓ અને ૧૧ પેયજલ યોજનાઓ ઠપ હિમાચલ પ્રદેશમાં આકાશમાંથી વરસેલી આફતમાં લીધે વ્યાપક નુકસાન રાજ્યમાં ૩૦ જૂનથી ૧૫ સપ્ટેમ્બર વચ્ચે થયેલી આફતને કારણે કુલ ૨૯૬ લોકોનાં મોત નીપજ્યાં હિમાચલ પ્રદેશમાં ૩૦ જૂનથી ૧૫ સપ્ટેમ્બર સુધીના ચોમાસા દરમિયાન કુદરતે ભારે તારાજી સર્જી છે, જેના કારણે રાજ્યને અત્યાર સુધીમાં ૩૨૧૨.૨૧ કરોડ રૂપિયાનું મસમોટું નુકસાન થયું છે અને કુલ ૨૯૬ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે.રાજ્યમાં ૩૦ જૂનથી ૧૫ સપ્ટેમ્બર વચ્ચે થયેલી આફતને કારણે કુલ ૨૯૬ લોકોનાં મોત નીપજ્યાં છે. જેમાંથી ૧૧૯ લોકોનાં મોત સીધી કુદરતી આપત્તિઓ અને ક્લાઈમેટ ચેન્જની ઘટનાઓને કારણે થયાં છે, જ્યારે ૧૭૭ લોકોનાં મોત માર્ગ અકસ્માતોમાં થયાં છે. આ ઉપરાંત આ સમયગાળામાં કુલ ૫૨૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે.સંપત્તિના નુકસાનની વાત કરીએ તો, પ્રદેશમાં ૧૩૧ મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા છે જ્યારે ૫૦૨ મકાનોને આશિંક નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે લોક નિર્માણ વિભાગને ૨૭૪૪.૬૭ કરોડ રૂપિયા અને જલ શક્તિ વિભાગને ૩૮.૫૭ કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે.
પ્રદેશમાં તારાજીના અવશેષો હજુ પણ યથાવત છે અને હાલ હજુ પણ કુલ ૫૯ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. જેમાં સૌથી વધુ મંડી જિલ્લામાં ૨૭ અને કુલ્લુમાં ૧૨ રસ્તાઓ ઠપ થયેલા છે. આ ઉપરાંત પ્રદેશમાં ૧૧ પેયજલ યોજનાઓ અને ૨ વીજળીના ટ્રાન્સફોર્મર પણ હજુ બાધિત છે, જેને પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.બીજી તરફ, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૭ દિવસ સુધી પ્રદેશમાં કોઈ ભારે વરસાદની સંભાવના નથી. આગામી ૧૬ અને ૧૭ સપ્ટેમ્બરે કેટલાક હિસ્સામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે ૧૮ થી ૨૧ સપ્ટેમ્બર દરમિયાન હવામાન મોટે ભાગે સાફ રહેશે અને માત્ર ગણ્યાંગાંઠ્યા સ્થળોએ જ હળવા વરસાદના આસાર છે.




