
અજય દેવગણની ફિલ્મ ૨ ઓક્ટોબરે રિલીઝ થશે ‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’ના ટ્વિસ્ટ લખતી વખતે અમે સલગાંવકરની જેમ વિચારતા હતા : અભિષેક અગાઉની બે ફિલ્મોથી ‘દૃશ્યમ’ના દર્શકો વાર્તાની નાની-નાની વિગતો અને સંકેતોનું વિશ્લેષણ કરવા માટે ટેવાયેલા
‘દૃશ્યમ’ ની ત્રીજી ફિલ્મ ‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’ને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધી રહી છે. ફિલ્મમાં ફરી એકવાર વિજય સલગાંવકરની બુદ્ધિ અને કાયદાથી એક ડગલું આગળ રહેવાની તેની ક્ષમતાને કેન્દ્રમાં રાખવામાં આવી છે. જાેકે, આ વખતે દર્શકોને પહેલાંથી ધારી લેવાની તક ન મળે તે માટે લેખન પ્રક્રિયા દરમિયાન જ ટીમે અલગ રીત અપનાવી હોવાનું દિગ્દર્શક અભિષેક પાઠકે જણાવ્યું છે.ફિલ્મના લેખન દરમિયાન ટીમે વિજય સલગાંવકરના પાત્રની જેમ વિચારવાનો પ્રયાસ કર્યાે હતો. પાઠકના જણાવ્યા મુજબ, અગાઉની બે ફિલ્મોથી ‘દૃશ્યમ’ના દર્શકો વાર્તાની નાની-નાની વિગતો અને સંકેતોનું વિશ્લેષણ કરવા માટે ટેવાયેલા છે. તેથી ત્રીજા ભાગમાં સામાન્ય સસ્પેન્સ અને ટ્વિસ્ટ પૂરતા ન રહે તે વાત ટીમ માટે સ્પષ્ટ હતી.લેખન પ્રક્રિયા વિશે વાત કરતાં અભિષેક પાઠકે કહ્યું, “જ્યારે અમે લખી રહ્યા હતા ત્યારે અમે સલગાંવકરની જેમ વિચારતા હતા. અજય દેવગણને પણ જ્યારે હું સ્ક્રિપ્ટ સંભળાવતો હતો ત્યારે એક તબક્કે તેમણે મને અટકાવી દીધો હતો… અને હું લોકોને વારંવાર પૂછતો હતો કે, ‘હવે તમને શું લાગે છે કે આગળ શું થશે?’ કોઈ પણ ખરેખર અનુમાન લગાવી શક્યું નહીં અને એ વાતમાં જ અમારી જીત હતી.”કોઈ વ્યક્તિ આગળની ઘટનાઓનો અંદાજ લગાવી શકે છે કે નહીં તે જાણવા માટે પાઠક નેરેશન વચ્ચે રોકાઈને તેમનો પ્રતિસાદ પૂછી લેતા હતા. વિજય સલગાંવકરના પાત્રને અત્યાર સુધીની ‘દૃશ્યમ’ શ્રેણીમાં તેની ગણતરીપૂર્વકની ચાલ માટે ઓળખવામાં આવ્યું છે. હવે ત્રીજા ભાગમાં આ જ પાત્રની આસપાસ વધુ એક અનપેક્ષિત કહાણી ઊભી કરવામાં આવી હોવાનો દિગ્દર્શકનો દાવો છે. ‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’ ૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.




