
રાહુલ ગાંધી પર ભાજપનો પલટવાર મહારાષ્ટ્રમાં આદિવાસી વિદ્યાર્થીઓના મુદ્દે રાજકારણ ગરમાયું હવે આ મુદ્દે ભાજપે કોંગ્રેસ નેતા પર પલટવાર કર્યો છે પાર્ટીએ કહ્યું છે કે મોટાભાગની આદિવાસી હોસ્ટેલો કોંગ્રેસ નેતાઓની છે
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવાર (૨૪ ઓગસ્ટ)ના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે રાજ્યના આદિવાસી વિદ્યાર્થીઓની સમસ્યાઓ પર ધ્યાન આપવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સરકારી હોસ્ટેલમાં રહેવાની એજ લિમિટ અને અપમાનજનક નિયમો વિરુદ્ધ ૧૦ દિવસથી વધુ સમયથી ભૂખ હડતાળ પર બેઠા છે. તેમણે ઝ્રસ્ પાસે માંગ કરી હતી કે તેઓ પ્રદર્શન કરી રહેલા આદિવાસી વિદ્યાર્થીઓ સાથે વાત કરે અને તેમની સમસ્યાઓનો જલ્દી ઉકેલ લાવે. ત્યારે હવે આ મુદ્દે ભાજપે કોંગ્રેસ નેતા પર પલટવાર કર્યો છે. પાર્ટીએ કહ્યું છે કે મોટાભાગની આદિવાસી હોસ્ટેલો કોંગ્રેસ નેતાઓની છે.
ભાજપે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં પાર્ટીએ રાહુલ ગાંધી પર હુમલો કરતાં કહ્યું કે અમે તમારી પાસેથી નિષ્પક્ષ અથવા સારી રીતે સંશોધિત વિચારોની અપેક્ષા રાખતા નથી, પરંતુ જનતાને કેટલાક તથ્યો જરૂર જાણ હોવા જાેઈએ. પાર્ટીએ કહ્યું કે જે આદિવાસી શાળાઓને લઈને વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે, તેમાંની કેટલીક શાળાઓ કોંગ્રેસ નેતાઓ દ્વારા સંચાલિત કરવામાં આવે છે.ભાજપે કહ્યું કે થોડા દિવસ પહેલાં જે શાળામાં ત્રણ બાળાઓના મોત થયા હતા, તેના નિર્દેશક મારોતરાવ કોવસે કોંગ્રેસના પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે, જ્યારે તેમના પુત્ર વિશ્વજીત કોવસે ગઢચિરૌલી જિલ્લા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અને શાળાના સચિવ છે. સાથે જ પાર્ટીએ યવતમાલના ચિંધુજી લક્ષ્મણરાવ પુરકે આશ્રમ શાળાનો પણ ઉલ્લેખ કર્યો. પાર્ટીના જણાવ્યા મુજબ લક્ષ્મણરાવ પુરકે આશ્રમ શાળાના નિરીક્ષણ દરમિયાન વિદ્યાર્થીનીઓના બાથરૂમમાં દરવાજા સુધી મળ્યા નહોતા. પાર્ટીએ કહ્યું કે આ શાળાનું સંચાલન પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા વસંત પુરકે કરે છે.
ભાજપનો આરોપ છે કે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે આ શાળાઓ પર ખોટી રીતે નિયંત્રણ મેળવવામાં આવ્યું અને તેનો દુરુપયોગ કરવામાં આવ્યો. પાર્ટીએ કહ્યું કે વર્ષોથી આદિવાસી સમાજનું શોષણ કરનાર આ જ લોકો હવે વિદ્યાર્થીઓની સમસ્યાઓની આડમાં પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાર્ટીએ કહ્યું કે કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી રોકવાનો કોઈપણ પ્રયાસ સફળ નહીં થાય. ભાજપે કહ્યું કે જનતા હવે રાહુલ ગાંધી અને કોંગ્રેસનો તરીકો સમજી ગઈ છે. પાર્ટીએ કહ્યું કે પહેલા ખોટું કામ કરવું અને કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો મચાવવો. ભાજપે રાહુલ ગાંધીને કહ્યું કે તેઓ આ રાજકીય ડ્રામો બંધ કરે અને કોંગ્રેસ નેતાઓને બચાવવાનું તથા તેમને સંરક્ષણ આપવાનું બંધ કરે.
ભાજપે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર અહીંના આદિવાસી સમાજ અને વિદ્યાર્થીઓની સુરક્ષા કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. પાર્ટીએ કહ્યું કે રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર તરફ જાેતા પહેલાં તેલંગાણા અને કર્ણાટકમાં આદિવાસી કલ્યાણ વિભાગો અને વિદ્યાર્થી હોસ્ટેલોની વ્યવસ્થા સુધારવી જાેઈએ, જ્યાં તેમની પોતાની પાર્ટીની સરકાર છે.




