
ટીમ ઈન્ડિયાએ ૧-૦થી જીતી સિરીઝ શ્રીલંકાની શાનદાર લડતના કારણે બીજી ટેસ્ટ ડ્રો થઈ ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને ફોલોઓન આપ્યું હતું, પરંતુ યજમાન ટીમ ઓલઆઉટ ના થતાં મેચ ડ્રો થઈ છે ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ કોલંબો ખાતે રમાઈ હતી. આ મેચ ડ્રો થઈ છે. જાેકે, ભારતે પહેલી મેચ જીતીને શ્રેણી ૧-૦થી જીતી લીધી છે.
ભારત પાસે અંતિમ દિવસે બીજી ટેસ્ટ જીતવાની તક હતી, પરંતુ ભારતીય બોલરો બીજા દાવમાં શ્રીલંકાની બાકીની ચાર વિકેટ લેવામાં અસમર્થ રહ્યા. ભારતે ૪૨૯ રન બનાવ્યા હતા અને ૨૦૦ રનથી વધુની લીડ મેળવી હતી. ટીમ ઇન્ડિયાએ આ મેચમાં શ્રીલંકાને ફોલો-ઓન કર્યું હતું. છતાં ટીમ આ મેચ જીતી ના શકી.
આ મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને બેટિંગ કરવાનો ર્નિણય લીધો. ટીમ ઈન્ડિયાએ ૫૦૩ રન પર પ્રથમ દાવ ડિક્લેર કર્યો, જેમાં દેવદત્ત પડિકલના ૧૧૭ અને ધ્રુવ જુરેલના અણનમ ૧૧૫ રનનો સમાવેશ થાય છે. પંત, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને રવિન્દ્ર જાડેજાના યોગદાનથી પણ ભારતને આ વિશાળ સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી.
શ્રીલંકાની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં બેટિંગ કરવા ઉતરી ત્યારે તેઓ ૨૯૦ રન જ બનાવી શક્યા, જેમાં સોનલ દિનુષાના ૧૦૩ અને પાસિન્દુ સૂરિયાબંદરાના ૮૦ રનનો સમાવેશ થાય છે. ભારતને ૨૧૩ રનની લીડ હતી. પરિણામે, ટીમ ઇન્ડિયાએ ફોલો-ઓન કર્યું અને શ્રીલંકાની ટીમ ફરીથી બેટિંગ કરવા ઉતરી. શ્રીલંકાએ ચોથા અને પાંચમા દિવસે મજબૂત પ્રદર્શન કર્યું. ખાસ કરીને સોનલ દિનુષાએ બીજી સદી ફટકારી ટીમને હારથી બચાવી.
શ્રીલંકાએ ચોથી ઇનિંગ્સમાં ૯ વિકેટ ગુમાવીને ૪૨૯ રન બનાવ્યા અને મેચમાં કોઈ પરિણામ આવે તેવું ના લાગતા બંને ટીમોએ હાથ મિલાવ્યા અને મેચ ડ્રોમાં પરિણમી. શ્રીલંકા પાસે ૨૦૦ રનથી વધુની લીડ હતી અને લગભગ ૧૭ ઓવરની રમત બાકી હતી, તેથી પરિણામની કોઈ શક્યતા લાગતી નહોતી. આ જ કારણ છે કે બંને ટીમો ડ્રો માટે સંમત થઈ ગઈ.
બીજી ઇનિંગમાં શ્રીલંકા તરફથી સોનલ દિનુષાએ ૨૬૪ બોલમાં ૧૩૩ રનની અણનમ ઇનિંગ રમી, જ્યારે પસિન્દુ સુરિયાબંદરાએ ૯૨ રન બનાવ્યા. કમિન્દુ મેન્ડિસે પણ ૫૫ રનની ઇનિંગ રમી. કેશરા નુવંતાએ ૪૬ રન બનાવ્યા, જે એક મહત્વપૂર્ણ યોગદાન હતું.




