
હાર્દિકને લઈ કૃણાલ પંડ્યાનું નિવેદન અમારી વચ્ચે હંમેશાં ક્રિકેટને લઈને તંદુરસ્ત ચર્ચા થાય છે મેચ દરમિયાન કૃણાલે હાર્દિકને બાઉન્સર ફેંક્યો હતો અને હાર્દિક આઉટ થયો ત્યારે કૃણાલે જાેરદાર સેલિબ્રેશન પણ કર્યું હતું ભારતીય ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય ભાઈઓની જાેડી એટલે કે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા વચ્ચે ખરાબ સંબંધો હોવાની અફવાઓ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર જાેર પકડી રહી હતી.
IPL 2026 દરમિયાન જ્યારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે મેચ રમાઈ, ત્યારે બંને ભાઈઓ એકબીજા સાથે ખૂબ જ શાંત અને ઉદાસીન દેખાતા હતા. મેચ દરમિયાન કૃણાલે હાર્દિકને બાઉન્સર ફેંક્યો હતો અને હાર્દિક આઉટ થયો ત્યારે કૃણાલે જાેરદાર સેલિબ્રેશન પણ કર્યું હતું, જેના કારણે ફેન્સે અટકળો શરૂ કરી દીધી હતી કે બંને ભાઈઓ વચ્ચે હવે પહેલા જેવો પ્રેમ રહ્યો નથી.
RCB તરફથી રમતા અને તાજેતરમાં જ IPL 2026 ની ટ્રોફી જીતનારા કૃણાલ પંડ્યાએ એક ઇન્ટરવ્યુમાં આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે અને હાર્દિક સાથેના પોતાના ખાસ બોન્ડ વિશે ખૂલીને વાત કરી છે.
પોતાના નાના ભાઈ હાર્દિક પંડ્યા સાથેના સંબંધો અને ક્રિકેટિંગ સફર વિશે વાત કરતાં કૃણાલ પંડ્યાએ જણાવ્યું કે, “સ્વાભાવિક છે કે અમે બંને સાથે રમ્યા છીએ. ટેક્ટિકલ અને ટેકનિકલ બાબતોને લઈને અમારી વચ્ચે હંમેશાં ક્રિકેટ પર ખૂબ જ તંદુરસ્ત અને સારી ચર્ચાઓ થાય છે, જે અમને બંનેને એક ખેલાડી તરીકે બહેતર બનવામાં હંમેશાં મદદ કરે છે.”
તેણે આગળ ઉમેર્યું કે, “જ્યારે પોતાનો ભાઈ પણ એ જ રમત રમી રહ્યો હોય, ત્યારે એ એકબીજાને માટે આગળ વધવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. જાે હું અમારા પરિવારની સામૂહિક સફળતા અને ટ્રોફીની વાત કરું, તો પંડ્યા પરિવારના ઘરમાં ૧૦ આઇપીએલ ટ્રોફી હોવી એ કોઈ નાની વાત નથી. ભગવાન અમારા પર ખૂબ દયાળુ રહ્યા છે.”
તમને જણાવી દઈએ કે પંડ્યા બ્રધર્સના નામે હવે ૫-૫ આઇપીએલ ટ્રોફી છે. હાર્દિકે ૪ ટ્રોફી સ્ૈં સાથે અને ૧ ય્ના કૅપ્ટન તરીકે જીતી છે, જ્યારે કૃણાલે ૩ ટ્રોફી સ્ૈં સાથે અને ૨ ટ્રોફી RCB સાથે જીતી છે.
અમદાવાદમાં રમાયેલી ફાઇનલ મેચમાં ચેમ્પિયન બન્યા બાદ આઇપીએલ ટ્રોફીના મહત્ત્વ વિશે વાત કરતાં કૃણાલે એક રસપ્રદ ઉદાહરણ આપ્યું હતું. કૃણાલે કહ્યું કે, “તેમાં કોઈ શંકા નથી કે દરેક આઇપીએલ ટ્રોફી ખાસ હોય છે. આ બિલકુલ બાળકો હોવા જેવું છે, બરાબર ને? જેમ તમે તમારા બાળકોમાંથી કોઈ એકની પસંદગી ન કરી શકો, તેવી જ રીતે આઇપીએલ ટ્રોફીનું પણ છે, કારણ કે દરેક ટ્રોફી પાછળ ખૂબ જ સખત મહેનત છુપાયેલી હોય છે. હું ઘણો ખુશ અને આભારી છું કે મારા ૧૧ વર્ષના કરિયરમાં મારી પાસે ૫ ટ્રોફી છે, જે મારા માટે ખૂબ જ ખાસ છે.”



