
ફીફા વર્લ્ડ કપનું મેદાન બન્યું જંગનું મેદાન કેનેડા અને કતારના ખેલાડીઓ વચ્ચે જાેરદાર મારામારી થઈ એક ખેલાડીને સ્ટ્રેચર પર બહાર લઈ જવાયો હતો ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬માં શુક્રવારે એટલે કે ૧૯ જૂનના રોજ કેનેડા અને કતાર વચ્ચે રમાયેલી મેચના અંતમાં બંને ટીમના ખેલાડીઓ વચ્ચે જાેરદાર અણબનાવ અને મારામારી જાેવા મળી હતી. મેચ દરમિયાન થયેલી હિંસક ટક્કરના કારણે એક ખેલાડીને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવાની ફરજ પડી હતી. વૅન્કૂવરમાં રમાયેલી આ રોમાંચક મેચમાં કેનેડાની ટીમે શરૂઆતથી જ દબદબો જાળવી રાખ્યો હતો અને કતાર સામે ૬-૦થી ભવ્ય જીત મેળવી હતી. જાેકે, કેનેડાના સ્ટાર ખેલાડી ઇસ્માઇલ કોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં આ જીતનો આનંદ થોડો મોળો પડી ગયો હતો. મેચ પૂર્ણ થતાં જ બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ઉગ્ર ચર્ચા અને ધક્કા-મુક્કી શરૂ થઈ ગઈ હતી. કતારના આસિમ માદિબોના ખતરનાક ટૅકલ બાદ કેનેડાના મિડફિલ્ડર ઇસ્માઇલ કોનેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવ્યા હતા.
આ વિવાદની શરૂઆત મેચ દરમિયાન ઘટેલી એક ઘટનાથી થઈ હતી. કતારના ખેલાડી અસીમ મદીબોના એક આક્રમક ચેલેન્જનો સામનો કરતી વખતે કેનેડાના મિડફિલ્ડર ઇસ્માઇલ કોને ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજા એટલી ગંભીર હતી કે તેઓ મેદાન પર જ ફસડાઈ પડ્યા હતા અને સ્ટાફે તેમને સ્ટ્રેચર પર બહાર લઈ જવા પડ્યા હતા. આ ઘટના બાદ ફછઇ (Video Assistant Referee) સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં મદીબોના આ ફાઉલને ગંભીર ગણીને રેમ્પાર્ટ તરીકે તેમને રેડ કાર્ડ બતાવી મેદાનની બહાર મોકલી દેવાયા હતા.
મેચ સત્તાવાર રીતે પૂરી થતાં જ બંને ટીમના ખેલાડીઓ આમને-સામને આવી ગયા હતા અને તેમની વચ્ચે તીખી દલીલો શરૂ થઈ હતી. મામલો એટલો બિચક્યો કે ખેલાડીઓ એકબીજાને ધક્કા મારવા લાગ્યા હતા. કેનેડાના ખેલાડીઓ મેચ દરમિયાન કતારની ટીમ દ્વારા કરવામાં આવી રહેલા સતત આક્રમક અને જાેખમી ટૅકલિંગથી અત્યંત નારાજ હતા, જેના કારણે મેદાન પરનું વાતાવરણ તંગ બની ગયું હતું. સ્થિતિને કાબૂ બહાર જતી જાેઈને બંને ટીમના મુખ્ય કોચ જેસી માર્શ અને જુલેન લોપેટગી પણ મેદાનમાં દોડી આવ્યા હતા અને આ ચર્ચામાં સામેલ થયા હતા.
આ વિવાદિત અને આક્રમક મેચમાં કતારની ટીમને મળેલા રેડ કાર્ડના કારણે તેઓ અંતમાં માત્ર ૯ ખેલાડીઓ સાથે જ રમતા જાેવા મળ્યા હતા. બીજા હાફની શરૂઆતમાં જ ઇસ્માઇલ કોને પર જીવલેણ ટૅકલ કરવાના ગુનામાં મેડિબોને રેડ કાર્ડ આપવામાં આવ્યું હતું. કોનેના ડાબા પગના નીચેના ભાગમાં ગંભીર ઇજા થઈ હતી. જ્યારે તેઓ મેદાન પર પીડાથી કણસતા હતા, ત્યારે તેમની ઇજાની ગંભીરતા જાેઈને કેનેડાના તમામ ખેલાડીઓ તેમની આસપાસ એકઠા થઈ ગયા હતા.
મેદાન પર થયેલી લડાઈ-ઝગડાને બાદ કરીએ તો, આ મુકાબલો કેનેડાની ફૂટબોલ ટીમ માટે ખૂબ જ ઐતિહાસિક સાબિત થયો છે. આ ટીમે ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬માં પોતાની પ્રથમ વિજયી શરૂઆત નોંધાવી છે. કેનેડા તરફથી જાેનાથન ડેવિડે શાનદાર હેટ્રિક ગોલ કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. જેના દમ પર કેનેડા પ્રથમ હાફમાં જ ૩-૦થી આગળ હતું.
બીજા હાફમાં પણ કતારની ટીમ કોઈ વાપસી કરી શકી નહોતી અને અંતે કેનેડાએ આ મેચ ૬-૦થી પોતાના નામે કરી લીધી હતી. આ મોટી જીત સાથે કેનેડાએ ટૂર્નામેન્ટની રેસમાં મજબૂતાઈથી ટકી રહેવાની પોતાની આશા જીવંત રાખી છે.



