
ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નક્કી આમ આદમી પાર્ટીએ ૪૪માંથી ૨૩ ઉમેદવારોના નામ જાહેર કર્યા આગામી ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને એએપીએ ૨૩ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ને લઈને રાજકીય હલચલ તેજ બની છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે પોતાની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરી છે. AAP એ કુલ ૪૪ બેઠકોમાંથી ૨૩ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. વોર્ડ નંબર ૧થી ૧૧ સુધીના વિવિધ વોર્ડમાંથી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં બાકીના ઉમેદવારોના નામ પણ જાહેર થવાની શક્યતા છે.
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ માટે આમ આદમી પાર્ટીએ પોતાની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરી છે. પાર્ટીએ પ્રથમ તબક્કામાં કુલ ૪૪માંથી ૨૩ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં વોર્ડ નંબર ૧થી ૧૧ સુધીના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
AAP એ વોર્ડ નંબર ૧માંથી બળદેવભાઈ પટેલ અને વિજયસિંહ આર. વાઘેલાને ઉમેદવાર બનાવ્યા છે.
વોર્ડ નંબર ૩માંથી શ્રેયા બકુલકુમાર મકવાણા, પિંકી રાજપૂત અને ભરતભાઈ જાેશીના નામ જાહેર કરવામાં આવ્યા છે.
વોર્ડ નંબર ૫માંથી પાર્વતીબેન નાગરભાઈ અને જીતેન્દ્ર ધરવાટર્યાને ટિકિટ આપવામાં આવી છે.
વોર્ડ નંબર ૬માં AAP એ તમામ ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં પાર્વતીબેન વસાવા, સોનાબેન પટ્ટણી, તુષાર પારેખ અને હેમાભાઈ ભાલોટર્યાનો સમાવેશ થાય છે.
વોર્ડ નંબર ૭માંથી રાહુલ વાઘેલા અને સુરેશ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
વોર્ડ નંબર ૮માંથી દેવયાની રાઠોડ અને ધર્મેશભાઈ ઠાકોર સહિતના નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે વોર્ડ નંબર ૯માંથી ગૌતમભાઈ પરમાર સહિતના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
વોર્ડ નંબર ૧૦માંથી વોર્ડ નં ૧૦માં એન્જલ માસી તરીકે જાણીતા પારેખ જયને અને ને ડૉ. હાર્દિક વિ. ત્રિવેદીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વોર્ડ નંબર ૧૧માંથી કૈલાશબેન પરમાર અને રાજેશ્વરીબેન સોલંકીને ટિકિટ આપવામાં આવી છે.
AAP ની પ્રથમ યાદીમાં હાર્દિક તલાટી, ભરત જાેશી અને વર્તમાન કોર્પોરેટર તુષાર પરીખનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણેય અગાઉની ચૂંટણીમાં છછઁ તરફથી મેદાનમાં ઉતર્યા હતા. પાર્ટી દ્વારા પ્રથમ તબક્કામાં જૂના અને સંગઠન સાથે જાેડાયેલા ઉમેદવારોને ફરી તક આપવામાં આવી છે.
ઉમેદવારોની યાદી જાહેર કરતી વખતે AAP ના નેતાઓએ ૨૦૨૧ની ગાંધીનગર મનપા ચૂંટણીના પરિણામોનો પણ ઉલ્લેખ કર્યો હતો. પક્ષના જણાવ્યા મુજબ, અગાઉની ચૂંટણીમાં AAP ને એક બેઠક મળી હતી અને આશરે ૨૦ ટકાથી વધુ મત મળ્યા હતા. એક જ કોર્પોરેટર હોવા છતાં મજબૂતીથી વિપક્ષની ભૂમિકા ભજવી હોવાનો પક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.
AAP દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી ચૂંટણીમાં પાર્ટી પીવાનું પાણી, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને શિક્ષણ જેવા સ્થાનિક મુદ્દાઓને લઈને મતદારો વચ્ચે જશે. પાર્ટીએ ખાસ કરીને શિક્ષણને મહત્વના મુદ્દા તરીકે રજૂ કર્યો છે.
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે ૨૧ સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. જ્યારે ૨૬ સપ્ટેમ્બર ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ રહેશે. AAP ની પ્રથમ યાદી જાહેર થતાં ગાંધીનગર મનપા ચૂંટણીનો રાજકીય માહોલ વધુ ગરમાયો છે.




