
‘૧૦૦ પુરુષો સામે ઓછા કપડામાં શૂટિંગ કરવું પડ્યું’ દીયા મિર્ઝાએ શેર કર્યાે ૨૨ વર્ષ જૂનો દર્દનાક અનુભવ વર્ષ ૨૦૦૪માં રિલીઝ થયેલી આ ફિલ્મ હોલિવૂડ ક્લાસિક ‘પ્રિટી વુમન’ પરથી પ્રેરિત હતી, જેનું ર્નિદેશન અનુરાગ બાસુએ કર્યું હતું બોલિવૂડ અભિનેત્રી દીયા મિર્ઝા પોતાના બેબાક અંદાજ અને અભિનય માટે જાણીતી છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન દીયાએ પોતાની કારકિર્દીના શરૂઆતના તબક્કા અને ફિલ્મો દરમિયાન આવેલા પડકારો વિશે ખુલીને વાત કરી છે. દીયાએ વર્ષ ૨૦૦૪માં આવેલી ફિલ્મ ‘તુમસા નહીં દેખા’ના સુપરહિટ ગીત ‘મુઝે તુમસે મોહબ્બત હૈ’ના શૂટિંગ દરમિયાન થયેલા મુશ્કેલ અનુભવને શેર કર્યાે હતો.“ગીતના શૂટિંગ દરમિયાન મારે સેટ પર હાજર સેંકડો પુરુષો સામે ખૂબ જ ઓછા કપડાં (અંડરગારમેન્ટ્સ અને બ્રા)માં પર્ફાેર્મ કરવાનું હતું. એક યુવતી તરીકે આ મારા માટે અત્યાર સુધીની સૌથી મુશ્કેલ બાબતો પૈકીની એક હતી. શરૂઆતમાં આ સ્થિતિનો સામનો કરવો બિલકુલ સરળ નહોતો.”દીયાએ આગળ ઉમેર્યું કે, “કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ અને સમગ્ર ટીમે મને ખૂબ સુરક્ષિત અનુભવ કરાવ્યો હતો, જેના કારણે હું આત્મવિશ્વાસ સાથે શૂટ કરી શકી. આ ગીતે મને એવી રીતે આઝાદ કરી જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. હું હૈદરાબાદના એક રૂઢિચુસ્ત પરિવારમાંથી આવું છું અને શરૂઆતમાં હું મારા શરીરને લઈને બહુ કોન્ફિડન્ટ નહોતી, પરંતુ આ ફિલ્મે અને ખાસ કરીને આ ગીતે મને મારા શરીર પ્રત્યે સંપૂર્ણ બોડી કોન્ફિડન્સ આપ્યો.”“તે સમય સુધીમાં હું સમજી ચૂકી હતી કે એક કલાકાર તરીકે પોતાના પાત્રની સચ્ચાઈ અને તેની લાગણીઓને સમજવી સૌથી મહત્ત્વપૂર્ણ છે. ત્યારબાદ રૂમમાં ૫૦૦ લોકો હોય કે ૧,૦૦૦ લોકો, તેનાથી કોઈ ફરક પડતો નહોતો. છેલ્લા ૨૫ વર્ષાેમાં જે પરિસ્થિતિઓનો મેં સામનો કર્યાે છે તેનાથી જ હું આજે એક પરિપક્વ કલાકાર બની શકી છું અને હું આગળ પણ શીખતી રહીશ.”રિલીઝ અને સ્ટોરી: વર્ષ ૨૦૦૪માં રિલીઝ થયેલી આ ફિલ્મ હોલિવૂડ ક્લાસિક ‘પ્રિટી વુમન’ પરથી પ્રેરિત હતી, જેનું ર્નિદેશન અનુરાગ બાસુએ કર્યું હતું.કિરદાર: ફિલ્મમાં દીયા મિર્ઝાએ એક બાર ડાન્સરનું પાત્ર ભજવ્યું હતું, જ્યારે ઈમરાન હાશ્મી એક અમીર યુવકના રોલમાં જાેવા મળ્યો હતો. ફિલ્મમાં અનુપમ ખેર પણ મહત્ત્વની ભૂમિકામાં હતા.વેબ સીરિઝમાં જાેવા મળી દીયા મિર્ઝાદીયા મિર્ઝા તાજેતરમાં જ નેટફ્લિક્સની લોકપ્રિય વેબ સીરિઝ ‘ઓપરેશન સફેદ સાગર’માં જાેવા મળી હતી, જેમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. ૧૯૯૯ના કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય વાયુસેનાના હવાઈ મિશન પર આધારિત આ સીરિઝમાં જિમી શેરગિલ, સિદ્ધાર્થ, વિનય પાઠક, મનુ ઋષિ ચડ્ઢા, અભય વર્મા અને બરુણ સોબતી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જાેવા મળ્યા હતા.




