
ટ્રમ્પનો મોટો દાવો હવે વેનેઝુએલાના ૬૫ અબજ બેરલ ઓઇલ પર અમેરિકાનો કબજાે! નિષ્ણાતોના મતે આ કરારથી અમેરિકી અર્થતંત્રને મજબૂતી મળશે તેમજ ઊર્જા ક્ષેત્રમાં અમેરિકાનું વર્ચસ્વ વધુ મજબૂત બનશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ઘોષણાએ વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે હલચલ મચાવી દીધી છે, જેમાં વેનેઝુએલાના વિશાળ તેલ ભંડાર પર અમેરિકાએ નિયંત્રણ મેળવ્યાનો દાવો કરાયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યાે છે કે વેનેઝુએલા સાથેના વિશ્વના સૌથી મોટા તેલ સોદા હેઠળ અમેરિકાએ ત્યાંના ૬૫ અબજ બેરલથી વધુ પ્રમાણિત તેલ ભંડાર પર બહુમત નિયંત્રણ મેળવી લીધું છે. આ ઐતિહાસિક સમજૂતીથી અમેરિકાના ઘરેલુ તેલ ભંડારમાં અણધારી વૃદ્ધિ થશે અને વૈશ્વિક ઉર્જા ક્ષેત્રે મોટો વળાંક આવશે. ટ્રમ્પના મતે આનાથી લાંબા ગાળે સામાન્ય જનતા માટે પેટ્રોલ અને ઇંધણના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળશે.આ મહત્ત્વપૂર્ણ ડીલ વિદેશ મંત્રી માર્કાે રૂબિયો, રક્ષા મંત્રી પીટ હેગસેથ અને વેનેઝુએલાના અંતરિમ રાષ્ટ્રપતિડેલ્સી રોડ્રિગેઝ વચ્ચે સફળ વાટાઘાટો બાદ અસ્તિત્વમાં આવ્યો છે. આ સમગ્ર પ્રક્રિયામાં અમેરિકી જનતા કે કરદાતાઓની એક પણ પાઈનો ખર્ચ થયો નથી તેવું વિશેષરૂપે જણાવવામાં આવ્યું છે. આ ઐતિહાસિક ભાગીદારી માત્ર અમેરિકા માટે જ નહીં, પરંતુ ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા વેનેઝુએલા માટે પણ સમૃદ્ધિના દ્વાર ખોલશે.આ મોટો રાજકીય અને આર્થિક બદલાવ કોઈ રાતોરાત બનેલી ઘટના નથી, પરંતુ અગાઉના એક સૈન્ય ઓપરેશનનું પરિણામ છે. આશરે નવ મહિના અગાઉ એક વિશેષ અમેરિકી સૈન્ય અભિયાન દરમિયાન વેનેઝુએલાના તત્કાલીન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોના પર નાર્કાે-ટેરરિઝમ અને ડ્રગ્સ તસ્કરી જેવા ગંભીર આરોપો મૂકી તેમને કસ્ટડીમાં લેવાયા હતા. માદુરોના પદભ્રષ્ટ થ્યા બાદ વેનેઝુએલાની રાજકીય સ્થિતિમાં ઝડપી પરિવર્તનો આવ્યા છે.વેનેઝુએલાના આ તેલ ભંડાર પરના સીધા નિયંત્રણથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો સ્થિર થવાની પૂરી સંભાવના વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતોના મતે આ કરારથી અમેરિકી અર્થતંત્રને મજબૂતી મળશે તેમજ ઊર્જા ક્ષેત્રમાં અમેરિકાનું વર્ચસ્વ વધુ મજબૂત બનશે. આનાથી આગામી સમયમાં વૈશ્વિક વેપાર સમીકરણો પણ બદલાવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.




