
નેપાળ હોનારતમાં ચમત્કાર ૩ દિવસ કાટમાળ હેઠળ દટાયેલી રહેલી ૬ વર્ષની બાળકીનો આબાદ બચાવ આ ઘટનાએ તે લોકોને શક્તિ પ્રદાન કરી છે, જેના સ્વજનો લાપતા છે અને રેસ્ક્યૂ ટીમ તેને શોધી રહી છે નેપાળની ભોટે કોશી નદીમાં અચાનક આવેલા પૂરમાં અત્યાર સુધી ૬૦૦થી વધુ લોકોના મોત થયા છે. તિબેટમાં ગ્લેશિયર તૂટવાને કારણે પૂર આવ્યું હતું. નેપાળના રસુવા જિલ્લામાં આવેલી આ તબાહી વચ્ચે એક ચમત્કાર પણ જાેવા મળ્યો છે. શુક્રવારે રેસ્ક્યૂ ટીમને કાટમાળમાં બદાયેલી એક ૬ વર્ષની બાળકી જીવિત મળી. આ ઘટનાએ તે લોકોને શક્તિ પ્રદાન કરી છે, જેના સ્વજનો લાપતા છે અને રેસ્ક્યૂ ટીમ તેને શોધી રહી છે.
હકીકતમાં ૨૬ ઓગસ્ટે નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં ૬૫૦થી વધુ લોકોના મોત થયા છે. મૃતકોમાં સૌથી વધુ પર્યટક અને કૈલાશ માનસરોવસની યાત્રા પર જતાં શ્રદ્ધાળુઓ સામેલ છે. ભારત સહિત દુનિયાના ઓછામાં ઓછા ૨૦ દેશોના નાગરિકો આ આપદામાં લાપતા હોવાની જાણકારી સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર હજુ પણ અનેક લોકો લાપતા છે. ટુમુરેમાં ફસાયેલી આ બાળકીને સારવાર માટે કાઠમાંડૂ લાવવામાં આવી છે.
આર્મ્ડ પોલીસ ફોર્સની એક ટીમ ભોટે કોશીના પૂરમાં ફસાયેલા લોકોને શોધી રહી હતી. આ દરમિયાન તેમને કાટમાળમાંથી રડવાનો અવાજ સંભળાયો. ત્યારબાદ જવાનોએ કાટમાળ હટાવ્યો તો ત્યાં એક બાળકી ઈજાગ્રસ્ત સ્થિતિમાં મળી હતી.
૬ વર્ષીય આ બાળકીને ટિમુરેમાં આર્મ્ડ ફોર્સની સરહદ આઉટપોસ્ટ લાવવામાં આવી, જ્યાં તેની સ્થિતિ નાજુક જાેવા મળી હતી. ત્યારબાદ અધિકારીઓએ શનિવારે બપોરે તેને હવાઈ માર્ગ દ્વારા કાઠમંડૂ લાવ્યા જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
બાળકીના બચાવ અભિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જાેઈ શકાય છે કે રાહત તથા બચાવકર્મી કીચડ, તૂટેલા માળખા અને કાટમાળની વચ્ચેથી પસાર થઈ બાળકીને બચાવી. આ દરમિયાન કર્મીઓએ સાવચેતીથી કાટમાળ હટાવ્યો હતો. આ બાળકનું જીવિત રહેવું એક નવી આશાની કિરણથી ઓછી નથી.
ભોટે કોશીમાં અચાનક આવેલા પૂરને કારણે રાસુવા જિલ્લામાં તબાહી મચી છે. આ પ્રાકૃતિક આપદામાં અત્યાર સુધી ૬૫૦થી વધુ લોકોના મોત થયા છે. તો તિબેટમાં ૭ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ પૂરને કારણે ઘર, રસ્તાઓ અને પૂલને ભારે નુકસાન થયું છે. દાવો કરવામાં આવ્યો છે કે નેપાળ અને તિબેટમાં આશરે ૩૦૦૦થી વધુ લોકો લાપતા થયા. જેમાં ઘણા ભારતીય નાગરિક પણ સામેલ છે.




