
સેન્ટ્રલ ઝોન સામેની દુલીપ ટ્રોફી સેમિફાઇનલ રમાઈ વૈભવ સૂર્યવંશીને પહેલીવાર મળી સિનિયર ટીમની કેપ્ટનશીપ દુલીપ ટ્રોફી સેમિફાઇનલ દરમિયાન પૂર્વ ઝોનના કેપ્ટન ઇશાન કિશનને કાંડામાં ઇજા થયા વૈભવ સૂર્યવંશીએ જવાબદારી સંભાળી
સેન્ટ્રલ ઝોન સામેની દુલીપ ટ્રોફી સેમિફાઇનલ મેચ દરમિયાન મેદાન પર ખરેખર ઐતિહાસિક દ્રશ્ય સર્જાયું.
પૂર્વ ઝોનના નિયમિત કેપ્ટન ઇશાન કિશનને અચાનક ઇજાને કારણે મેદાન છોડવું પડ્યું ત્યારબાદ ૧૫ વર્ષીય ઉભરતા સ્ટાર વૈભવ સૂર્યવંશીએ ટીમના કાર્યકારી કેપ્ટન તરીકે જવાબદારી સંભાળી. સેન્ટ્રલ ઝોનની પ્રથમ ઇનિંગની ૧૯મી ઓવર દરમિયાન જ્યારે વૈભવે કેપ્ટનશીપ સંભાળી, ત્યારે તેના ચહેરા પર આત્મવિશ્વાસપૂર્ણ સ્મિત સ્પષ્ટપણે દેખાતું હતું.
આ ઘટના ત્યારે બની જ્યારે વિકેટકીપિંગ કરતી વખતે પૂર્વ ઝોનના કેપ્ટન ઇશાન કિશનના જમણા કાંડા પર એક ઝડપથી બોલ વાગ્યો. પીડાથી કણસતા ઇશાનને તાત્કાલિક ફિઝિયોની સહાયની જરૂર પડી, પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે મેદાન છોડીને જવું પડ્યું. બાદમાં ઇશાન તેના હાથ પર પાટો બાંધેલો જાેવા મળ્યો, જે બાદ કુમાર કુશાગ્રે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી. મેચની વાત કરીએ તો, પૂર્વ ઝોને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય લીધો. ત્રિપુરાના ફાસ્ટ બોલર અભિજીત સરકારે શરૂઆતની ઓવરોમાં ઘાતક સ્પેલ ફેંક્યો, સેન્ટ્રલ ઝોનના ઓપનર અમન મોખડે અને કુણાલ ચંદેલાને આઉટ કર્યા. રજત પાટીદારની આગેવાની હેઠળની સેન્ટ્રલ ઝોન ટીમે માત્ર ૩૬ રનના સ્કોર સાથે બે મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી.
વૈભવ સૂર્યવંશીએ સિનિયર પુરુષ ટીમનું નેતૃત્વ કર્યું હોય તેવો આ પહેલો કિસ્સો છે. ૨૦૨૪ની શરૂઆતમાં રણજી ટ્રોફીમાં ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કરનાર વૈભવ સૌથી યુવા ખેલાડી તરીકે રમ્યો હતો, તે ફક્ત તેની ૧૦મી ફર્સ્ટ-ક્લાસ મેચ અને બીજી દુલીપ ટ્રોફી રમી રહ્યો છે.
આ મહિનાની શરૂઆતમાં પૂર્વ ઝોનના વાઈસ કેપ્ટન તરીકે તેની નિમણૂકથી પસંદગીકારોના ર્નિણય અંગે ઘણી ચર્ચા થઈ હતી.
દુલીપ ટ્રોફીના પ્રથમ રાઉન્ડ દરમિયાન નોર્થ ઇસ્ટ ઝોન સામેની જીતમાં વૈભવ સૂર્યવંશીએ બેટથી ખાસ પ્રભાવ પાડ્યો નહોતો, પ્રથમ ઇનિંગમાં માત્ર ૮ રન બનાવીને આઉટ થયો હતો. જાે કે, પોતાની વૈવિધ્યતા દર્શાવતા તેણે બે વિકેટ લીધી અને ટીમની ઇનિંગથી જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી.




