
૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મારણ શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ, ‘આર્ટિકલ ૩૭૦‘ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ આ વર્ષે મરાઠી, સંતાલી, તમિલ સહિત વિવિધ ભાષાઓની ફિલ્મોને પણ પુરસ્કાર મળ્યા
ભારતીય સિનેમામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા કલાકારો, ફિલ્મ નિર્માતાઓ અને ટેક્નિશિયનોને સન્માનિત કરવા માટે ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ગુજરાતના એકતા નગર (કેવડિયા) ખાતે કરવામાં આવ્યું છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા વિજેતાઓને પુરસ્કારો એનાયત કરવામાં કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની સ્થાપના ૧૯૫૪માં કરવામાં આવી હતી. તે ભારતીય સિનેમામાં શ્રેષ્ઠ સર્જનાત્મક અને તકનીકી પ્રદાન માટે આપવામાં આવતું દેશનું સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ સન્માન છે.
આ પુરસ્કારોમાં મુખ્યત્વે ફીચર ફિલ્મો, નોન-ફીચર ફિલ્મો અને સિનેમા અંગેના લેખન જેવી વિવિધ શ્રેણીઓમાં ઉત્કૃષ્ટતાને માન્યતા આપવામાં આવે છે. આ સાથે જ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ભારતીય સિનેમાની ભાષાકીય, સાંસ્કૃતિક અને પ્રાદેશિક વિવિધતાને પણ પ્રતિબિંબિત કરે છે.
આ વર્ષે વિવિધ ભાષાઓ અને ફિલ્મ સ્વરૂપોને પણ પુરસ્કારો દ્વારા માન્યતા આપવામાં આવી છે. તેમાં મરાઠી, સંતાલી, તમિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ, તુલુ અને ગઢવાલી સહિતની ભાષાઓનો સમાવેશ થાય છે. પ્રથમ વખત સંતાલી ભાષાની ફિલ્મને નોન-ફીચર ફિલ્મ વિભાગમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
સંજીવ શ્રીવાસ્તવને સિનેમા કેટેગરીમાં શ્રેષ્ઠ લેખન માટે શ્રેષ્ઠ ફિલ્મ વિવેચક પુરસ્કારના વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. સિનેમા પર શ્રેષ્ઠ પુસ્તક ‘નાનિરુવુડે નિમાગાગી નાદિરુવુડે નાનાગાગી: કન્નડ સિનેમાડા થથવા મથુ રાજકીયા‘ (આઈ સ્ટેન્ડ ફોર યુ, ધ સ્ટેટ સ્ટેન્ડ્સ ફોર અસ: પોલિટિકલ એન્ડ ફિલોસોફિકલ ડાયમેન્શન્સ ઑફ કન્નડ સિનેમા)ને આપવામાં આવશે.




