
બીજાે ગોલ્ડ મેડલ આવ્યો ઝોળીમાં શુટિંગમાં કમલજીત અને સુરુચિનું સટીક નિશાન સુરુચિ અને કમલજીતની જાેડીએ ૧૦ મીટર પિસ્ટલ શુટિંગના મિક્સ્ડ ઈવેન્ટમાં ૪૮૪.૬ના સ્કોર સાથે પહેલું સ્થાન મેળવ્યું એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતનો મેડલ જીતવાનો સિલસિલો ચાલુ છે. અત્યાર સુધીમાં ભારતે ૨ ગોલ્ડ, ૭ સિલ્વર, અને ૯ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ૨૫ સપ્ટેમ્બરે ભારતે શૂટિંગમાં ગોલ્ડ જીત્યો જ્યારે બે અન્ય મેડલ સ્ક્વોશ અને ટેબલ ટેનિસમાં કન્ફર્મ કર્યા. કમલજીત અને સુરુચિ સિંહે ૧૦ મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ગોલ્ડ મેડલ પર કબજાે જમાવ્યો. કબડ્ડીમાં વધુ બે મેડલ કન્ફર્મ થઈ શકે છે. દીયા ચિતલે અને માનુષ શાહે મિશ્રિત ટેબલ ટેનિસ સ્પર્ધાની સેમીફાઈનલ સુધી પહોંચીને મેડલ પાક્કો કર્યો છે. જ્યારે જાેશના ચિનપ્પા અને વેલાવન સેન્થિલકુમારે મિશ્રિત યુગલ સ્ક્વોશની સેમીફાઈનલમાં પહોંચીને મેડલ પાક્કો કર્યો.
કમલજીત અને સુરુચિ સિંહે ૧૦ મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ગોલ્ડ જીત્યો. આ રીતે એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતને બીજાે ગોલ્ડ મળ્યો. તેમનો ફાઈનલ સ્કોર ૪૮૪.૬ હતો. જે બીજા નંબર પર આવેલા દક્ષિણ કોરિયાથી ૬.૬ પોઈન્ટ વધુ હતો. સુરુચિ અને કમલજીતે ૪૮૪.૬નો સ્કોર કરીને નવો ગેમ્સ રેકોર્ડ બનાવ્યો અને એશિયન ગેમ્સમાં આ ઈવેન્ટમાં પહેલો ગોલ્ડ જીત્યો.
ઈન્ડિયન વિમેન્સ ટીમે શ્રીલંકાને ૧૪૮ રનથી હરાવીને ૨૦૨૬ એશિયાડનો દેશનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. સ્મૃતિ મંદાનાએ ૪૫ બોલમાં ૭૯ રન કર્યા હતા જેના કારણે ઈન્ડિયાએ ૨૦ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૨૧૬ રનનો વિશાળ સ્કોર ખડો કર્યો હતો. દીપ્તિ શર્માએ ૩ વિકેટ લીધી જેનાથી શ્રીલંકા ૧૫.૪ ઓવરમાં ફક્ત ૬૯ રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય શુટર્સ અત્યાર સુધીમાં ૧૦ મેડલ અપાવી ચૂક્યા છે. જેમાં ૫ સિલ્વર અને ૪ બ્રોન્ઝ પણ સામેલ છે. કમલજીત અને સુરુચિએ શુટિંગમાં પહેલો ગોલ્ડ અપાવ્યો. આ ગોલ્ડ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ૧૨માં સ્થાને પહોંચી ગયું છે. તેણે અત્યાર સુધીમાં ૨ ગોલ્ડ, ૮ સિલ્વર અને ૯ બ્રોન્ઝ મેડલ સહિત કુલ ૧૯ મેડલ મેળવ્યા છે. ચીન કુલ ૧૩૫ મેડલ સાથે સૌથી આગળ છે. ચીનના ફાળે ૮૫ ગોલ્ડ ૩૦ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ મેડલ ગયા છે. જ્યારે ૨૧ ગોલ્ડ સાથે જાપાન બીજા નંબરે છે. કુલ મેડલ ૯૫ મળ્યા જેમાં ૩૬ સિલ્વર અને ૩૮ બ્રોન્ઝ પણ સામેલ છે. જ્યારે કુલ ૫૪ મેડલ સાથે સાઉથ કોરીયા બીજા નંબરે છે. જેમાં ૧૧ ગોલ્ડ, ૧૪ સિલ્વર અને ૨૯ બ્રોન્ઝ મેડલ સામેલ છે.




