
અર્શદીપની બોલિંગ સામે કિવી બેટ્સમેનો નિષ્ફળ.પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; ન્યૂઝીલેન્ડને ૫ વિકેટે હરાવ્યું.વિરાટ કોહલીએ ફિફ્ટી ફટકારીને ટીમ ઈન્ડિયાને પ્રથમ વનડેમાં ડ્ઢન્જી હેઠળ જીત અપાવી : ન્યૂઝીલેન્ડ તરફથી ખૂબ જ ખરાબ પ્રદર્શન જાેવા મળ્યું.ભારતે ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની વનડે સિરીઝની શરૂઆત જીત સાથે કરી છે. બુધવારે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતીય ટીમે ડકવર્થ-લુઈસ-સ્ટર્ન (DLS) પદ્ધતિ હેઠળ ન્યૂઝીલેન્ડને ૫ વિકેટે હરાવ્યું હતું. ભારત તરફથી અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરતાં ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે વિરાટ કોહલીએ ૫૧ બોલમાં ૭૪ રનની આક્રમક ઇનિંગ્સ રમી ટીમની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
ટોસ જીતીને ભારતીય કેપ્ટને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. ભારતીય બોલરોએ આ ર્નિણયને યોગ્ય સાબિત કરતાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને મોટો સ્કોર નોંધાવતા અટકાવ્યા હતા. કિવી ટીમ ૪૦.૨ ઓવરમાં ૧૮૫ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
ન્યૂઝીલેન્ડ તરફથી ઓપનર ટિમ સાઇફર્ટે ૩૮ રન બનાવ્યા હતા. તેણે ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. બ્લેયર ટિકનરે ૩૪ રનનું યોગદાન આપ્યું હતું. જાેકે, ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શન સામે અન્ય બેટ્સમેનો લાંબી ઇનિંગ્સ રમી શક્યા નહોતા. ભારત તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી.
૧૮૬ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી. પ્રથમ જ ઓવરમાં રોહિત શર્મા ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. જાેકે, ત્યારબાદ વિરાટ કોહલી અને શુભમન ગિલે જવાબદારી સંભાળી હતી. બંને બેટ્સમેનોએ બીજી વિકેટ માટે ૧૧૩ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. શુભમન ગિલે ૫૬ બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી ૩૭ રન બનાવ્યા હતા. બીજી તરફ કોહલીએ માત્ર ૫૧ બોલમાં ૧૩ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૭૪ રન ફટકારી ન્યૂઝીલેન્ડના બોલરો પર દબાણ ઊભું કર્યું હતું.
ગિલ આઉટ થયા બાદ વિરાટ કોહલી પણ પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ અક્ષર પટેલ માત્ર બે બોલ રમીને આઉટ થયો હતો. ભારતે ૧૨૪ રનના સ્કોરે ચોથી વિકેટ ગુમાવી હતી. આગળ શ્રેયસ અય્યર પણ ૧૫ રન બનાવી આઉટ થયો હતો. આમ, ૧૩૬ રનના સ્કોરે ભારતે પાંચમી વિકેટ ગુમાવી હતી. જાેકે, ત્યારબાદ કેએલ રાહુલ અને નમન ધીરે સંયમપૂર્વક બેટિંગ કરીને ટીમને જીત સુધી પહોંચાડી હતી. મેચ દરમિયાન વારંવાર વરસાદ પડતાં રમતને અસર થઈ હતી. પરિણામે ડકવર્થ-લુઈસ-સ્ટર્ન પદ્ધતિ હેઠળ ભારતીય ટીમને ૩૨ ઓવરમાં ૧૪૩ રનનો સુધારેલો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. ભારતે ૨૨.૫ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતીય ટીમે પાંચ મેચની વનડે સિરીઝમાં વિજયી શરૂઆત કરી છે. અર્શદીપની ચાર વિકેટ અને કોહલીની અડધી સદી ભારતની જીતનાં મુખ્ય આકર્ષણ રહ્યાં હતાં.
ભારતે વન-ડે સીરિઝની પાંચ મેચોમાંથી ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. હવે શ્રેણીની બીજી વન-ડે મેચ શનિવાર, ૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ વેલિંગ્ટન ખાતે યોજાશે. ત્યારબાદ ત્રીજી વન-ડે મંગળવાર, ૧૦ નવેમ્બરે હેમિલ્ટનમાં રમાશે. ચોથી અને પાંચમી વન-ડે મેચ માઉન્ટ મૌંગાનુઇ ખાતે અનુક્રમે શુક્રવાર, ૧૩ નવેમ્બર અને રવિવાર, ૧૫ નવેમ્બરના રોજ રમાશે. આ તમામ વન-ડે મેચો ભારતીય સમય મુજબ સવારે ૭:૩૦ વાગ્યે શરૂ થશે. વન-ડે શ્રેણી પૂર્ણ થયા બાદ ટેસ્ટ શ્રેણીની શરૂઆત થશે, જેમાં પ્રથમ ટેસ્ટ મેચ ગુરુવાર, ૧૯ નવેમ્બરથી ૨૩ નવેમ્બર ૨૦૨૬ દરમિયાન વેલિંગ્ટનમાં યોજાશે.




