
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
દેશભરમાં હિંદુઓના પવિત્ર તહેવારોની થયેલી શરૂઆત અને એ તહેવારોને ધ્યાનમાં લઈને જાણીતા મોલોમાંથી કરાતી આંધળી ખરીદીને કારણે ક્યાંક તમારા સ્વાસ્થ્યને નુકશાન ન થાય.આ વાત એટલા માટે લખવી પડે છે કે આપણામાં કહેવત છે કે "નામ બડે , દર્શન ખોટે" અને એવું જ કંઈક મોટા જાણીતા મોલોમાંથી ખરીદી કરતાં ગ્રાહકો સાથે થઈ રહ્યું છે. ગ્રાહકોમાં એક એવી માનસિકતા હોય છે કે મોટા મોલમાંથી ખરીદી કરીએ એટલે ચીજ- વસ્તુઓ તાજી અને શુધ્ધ જ મળતી હોય છે.
ગ્રાહકો આવા ભ્રમ માં કયારેય ના રહે હમણાં ના તાજા દાખલા છે કે જાણીતા મોલ પછી એ વડોદરા, રાજકોટ કે સુરત અથવા અન્ય કોઈ પણ શહેરના કેમ ના હોય? એવા જાણીતા મોલ માંથી ખરીદાયેલી ખાવા-પીવાની ચીજો માં નાના જીવડા(ધાનેરા) ફરતાં જોવા મળેલા છે. કેટલાંક ની તારીખો વિતી ગયે બે માસ થઈ ગયા હોય છતાં એ એક્સપાયરી ડેટ વાળો ખાદ્યપદાર્થ વેચાતો હોય છે. કેટલાંકની છાપેલી પ્રિન્ટ ઉપર વધારાના ભાવનું સ્ટીકર લગાડી છેતરપિંડી કરાતી હોય છે. આ રીતે જાણીતા મોલ માંથી ખરીદેલા માલ ની ગુણવત્તા ઉપર પણ જ્યારે સવાલો ઉભા થતા હોય ત્યારે આરોગ્ય ખાતું ફક્ત ને ફક્ત તહેવારો ટાંકણે જ કેમ સક્રિય બને છે.
શું રૂટીન કામ તરીકે આવા ચેકિંગના કામને પ્રાધાન્ય આપી ને દર વીકે ચેકિંગ કરાય તો મોટા મોલવાળાઓમાં તંત્ર નો ડર રહે પરંતુ આ રૂટીન ચેકીંગ નહીં થતું હોવાને કારણે આવા મોલોમાં લાલિયાવાડી ચાલતી રહે છે અને ગ્રાહકો રોગનો ભોગ બનતા રહે છે.
હવે વાત કરીએ જાણીતી હોટલો, લોજ, ભોજનાલયો અને સરકારી અર્ધસરકારી સંસ્થાઓની કેન્ટીનોની. ત્યાં પણ હમણાં હમણાં ગ્રાહકો ને પાર્સલોમાં આપવામાં આવતો ખાદ્ય પદાર્થ ખાવાને કારણે એક નાની બાળાનું મૃત્યુ નિપજ્યા ના સમાચારો પણ અખબારો માં ચમક્યા હતા. તો વળી હોટલોમાં પીરસાતી થાળી ની વાનગી માં વંદો નિકળ્યા ના તાજા સમાચાર છે, એ તો ઠીક પરંતુ રેલ્વે પ્લેટફોર્મ કે જ્યાં પેસેન્જરોની અવરજવર થી ભરચક રહેતું હોય છે એ રેલ્વેના પ્લેટફોર્મ ઉપર ના ખાદ્ય પદાર્થ ના સ્ટોલ માં કાચના કબાટ માં રાખેલા વડા-પાંઉ અને બ્રેડ-પકોડા ને આરામ થી આરોગતા એક ઉંદર મામા પેસેન્જર ના મોબાઈલ માં કેદ થઈ મોબાઈલ માં વાઈરલ થઈ રહ્યા હતા. આમ સરકારી તંત્રની આળસ ને કારણે પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતાં અને હલકી ગુણવત્તા ધરાવતા માલનું વેચાણ કરનારા પણ શુધ્ધ માલ ગ્રાહકોને આપવામાં આળસુ થઈ ગયા છે. એ સ્વીકારવું જ રહ્યું.




