
કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો હું ભારતની લોકશાહી બચાવવા માટે ઊભો છું ૩૦૦ સાંસદ મારી સાથે :રાહુલ ગાંધી સમગ્ર દેશ તથા દેશના યુવાનો આ વાત માને છે તેમણે એમ પણ કહ્યું કે તેમને રોકનારા પોલીસકર્મીઓ પણ આ જ વાત કહી રહ્યા હતા દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ વિપક્ષ દ્વારા મોટો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “અમે માત્ર તેમનો સામનો જ નથી કરી રહ્યા, અમે તેમનો નાશ પણ કરીશું. ભાજપ શું કહે છે તેમાં મને કોઈ રસ નથી. હું અહીં ભારતની લોકશાહી બચાવવા માટે ઊભો છું.”
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે થોડા કલાકો પહેલાં જ લોકસભા અને રાજ્યસભાના ૩૦૦ સાંસદો તેમની સાથે આવ્યા હતા અને તેઓ પણ દેશમાં લોકશાહી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે અમિત શાહ, નરેન્દ્ર મોદી, મોહન ભાગવત અને જ્ઞાનેશ કુમારે દેશની લોકશાહી વ્યવસ્થાનો નાશ કર્યો છે અને સમગ્ર દેશ તથા દેશના યુવાનો આ વાત માને છે. તેમણે એમ પણ કહ્યું કે તેમને રોકનારા પોલીસકર્મીઓ પણ આ જ વાત કહી રહ્યા હતા.વધુમાં પ્રહાર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ મતની ચોરી કરીને દેશને હાઈજેક કરી લીધો છે, જેમાં અમિત શાહ અને મોહન ભાગવતે તેને હાઈજેક કર્યો છે અને જ્ઞાનેશ કુમારે તેમને મદદ કરી છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે તે આ વાત ખૂબ વિચારી-સમજીને કહી રહ્યા છે અને આ તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. નરેન્દ્ર મોદી, અમિત શાહ, જ્ઞાનેશ કુમાર કે મોહન ભાગવત—કોઈ પણ આમાંથી બચી શકશે નહીં અને આપણા દેશ સાથે જે કરવામાં આવ્યું છે તેને દેશદ્રોહ કહેવાય છે.




