
ચોક્કસ દવાઓ લખવાની છૂટ અપાઈ અમેરિકામાં એઆઈ ડોક્ટરની એન્ટ્રી યુટાઉમાં પ્રિસ્ક્રિપ્શન લખી આપશે ડોક્ટરોની એપોઈન્ટમેન્ટનો વેઈટિંગ ટાઈમ ૬૧ દિવસનો છે : એઆઈ ઈમરજન્સી ડાયગ્નોસિસ કરે છે
અનેક સેક્ટર્સમાં અનેક નોકરીઓમાં સ્થાન લેનાર એઆઈની એન્ટ્રી્ ડોક્ટર તરીકે થઈ છે. અમેરિકાના યુટાઉમાં એઆઈ પ્રિસ્ક્રિપ્શન લખી આપશે. એઆઈ ડોક્ટરને ચોક્કસ દવાઓ લખવાની છૂટ આપવામાં આવી છે. આ સાથે જ અમેરિકામાં ચર્ચા શરૂ થઈ છે કે, એઆઈ ડોક્ટરની ભૂમિકા કેટલી આગળ જઈ શકે છે.એઆઈ ડોક્ટર હવેથી ખીલ (એકને)ની દવા લખી આપશે. આ માટે એઆઈ સિસ્ટમ દર્દી માટે સવાલો તૈયાર કરે છે ત્યારબાદ ફેશિયલ સ્કેન કરે છે. સ્કેન કર્યા બાદ તે ડોક્ટરોના લિમિટેડ લિસ્ટમાંથી ટ્રીટમેન્ટ શોધીને તેનું પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે. રિપોર્ટ મુજબ, યુટાઉમાં ૧,૦૦,૦૦૦થી વધુ નાગરિકો ખીલ માટેની દવાઓ લઈ રહ્યા છે.સામાન્ય રીતે ડોક્ટરની એપોઈન્ટમેન્ટ માટેનો ૬૧ દિવસનો વેઈટિંગ ટાઈમ છે. જ્યારે, ૧૧ કાઉન્ટીમાં ડર્મેટોલોજિસ્ટ (સ્કીનના ડોક્ટર) જ નથી. આ એઆઈ સિસ્ટમ માટે અમેરિકાની એક હેલ્થ કંપનીને મંજૂરી મળી છે. કંપનીનું કહેવું છે કે, તેઓ સ્કીનના રોગોના ઈલાજ બાદ તેમની સિસ્ટમને વધુ એડવાન્સ સ્ટેજ પર લઈ જવા માંગે છે.




