
(નીડર , નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
ભારતની જનતા ને અને વિપક્ષો ને એ સમજાતું નથી કે આટલી મોંઘવારી, બેકારી, ગુન્ડાગીરી જેવી અનેક સમસ્યાઓ હોવા છતાં લોકો ભાજપ ની સરકાર થી દૂર કેમ થતાં નથી. અને આમ પણ ભારતમાં લાંબા સમય સુધી શાસન કર્યા બાદ લોકો એક ચક્રી શાસન ચલાવનાર સરકારોથી કંટાળવા લાગે છે.
ભારતીય લોકશાહી માં એન્ટી ઇન્કમ્બન્સી એટલે કે સત્તા વિરોધી વલણ એવી મૂળભૂત શક્તિ છે, જેનાથી કોઈ બચી શકતું નથી. ઈન્દિરાજી એ પાકિસ્તાનના બે ટુકડા કર્યા છતાં પોતાની લોકપ્રિયતા જાળવી શક્યા નહોતા. અને બે-ત્રણ વર્ષ માં જ લોકોના મોહભંગનો સામનો કરવો પડ્યો હતો. આટલી દેશ-વિદેશમાં ઈન્દિરાજીની લોકપ્રિયતા હોવા છતાં હાર મળી હતી. ત્યારે વર્તમાન મોદી સરકાર સામે ક્યા કારણસર આવું થઇ રહ્યું નથી?
આ સવાલ દરેક ના મનમાં અત્યારે ઘૂમરાય છે ત્યારે એમાં ક્યાંક સરકારની ચૂંટણી પ્રક્રિયામાં ગડબડ થઇ રહી છે અથવા તો મતદાન મશીનોમાં ચેડાં કરવામાં આવી રહ્યાં છે, જેને વિપક્ષ “વોટ ચોરી” કહે છે. જેમાં કેટલાક તથ્યો હોઈ શકે પણ ખરા. આમ છતાં મોદી સરકાર ત્રીજા કાર્યકાળમાં લોકોની અણગમાની સ્થિતિ નો સામનો તો કરી જ રહી છે.
આમ પણ ભારતીય પરિવાર માટે બાળકોનું શિક્ષણ હવે ઘરભાડા પછીનો બીજો સૌથી મોટો ખર્ચો બની ગયો છે. તેનું કારણ એ જ છે કે સરકારી શાળાઓના નબળા સ્તરને કારણે બાળકોને ખાનગી શાળાઓ માં ભણાવવા પડે છે અને તેના ઉપર કોચિંગ પણ કરાવવું પડે છે. લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ બાળકોને રોજગાર મળતો નથી.
કારણ કે માહિતી-ટેકનોલોજી અને AI ની ક્રાંતિને કારણે રોજગાર માટે જરૂરી કૌશલની ડિમાન્ડ સતત બદલાઇ રહી છે, વર્તમાન શિક્ષણ વ્યવસ્થા તેની સાથે તાલમેલ બેસાડી શકતી નથી. આમ દુનિયામાં AI થી સર્જાયેલી મશીન ક્રાંતિની દોડ માં ટકી રહેવા માટે હવે મહામંથન ચાલી રહ્યું છે.




